ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું
સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના લોકો સખત ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘટતી વિઝિબિલિટી
એક તરફ ઠંડીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વધતા ધુમ્મસને કારણે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લોકો લાઈટ ચલાવી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો 1.9 ડિગ્રી નોંધાયો હતો જ્યારે પંજાબનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. વિઝિબિલિટી ન હોવાને કારણે અનેક ફ્લાઈટને ડાઈવટ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી આવી રહી છે અનેક ટ્રેનો તો કેન્સલ કરવામાં આવી છે.
#WATCH | Thick layer of fog covers the national capital this morning lowering visibility. Visuals from South Moti Bagh, Delhi pic.twitter.com/6cTn2QSP0T
— ANI (@ANI) January 9, 2023
શાળાઓમાં રજા જાહેર કરાઈ
#WATCH | Thick layer of fog covers the national capital this morning lowering visibility. Visuals from South Moti Bagh, Delhi pic.twitter.com/6cTn2QSP0T
— ANI (@ANI) January 9, 2023હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર થોડા દિવસો આવા જ રહેશે. ઉત્તરભારતમાં શીત લહેરનો અનુભવ થશે. ઠંડીને કારણે અનેક રાજ્યોએ શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર બીજા રાજ્યો પર પણ પડી રહી છે.