કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા વૃદ્ધોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હતા. પરંતુ ધીરે ધીરે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવા લાગ્યા, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અચાનક મોત થઈ જવાથી પરિવારમાં તેમજ પાર્ટીના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રવર્તિ રહી છે.
સુરેન્દ્રનગરના પાટડી શહેરના ભાજપ ઉપપ્રમુખનું થયું નિધન
ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આશાવાદી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થી જેમણે હજી જિંદગી પણ નથી જોઈ તે છોકરાઓનું જીવન હાર્ટ એટેકને કારણે છીનવાઈ ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ સાંજે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં દુખાવો થયો હતો. જેને લઈ તે હોસ્પિટલ પહોંચ્યા. ફોન પર વાત કરવા તે બાંકડા પર બેઠા અને ત્યાં જ હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું. હાર્ટ એટેક આવવાને કારણે તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. અને તેમનું મોત થઈ ગયું. નાની ઉંમરે મોત થવાથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.
વિદ્યાર્થીઓનું થાય છે હાર્ટ એટેકને કારણે મોત
મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હતા. થોડા સમય પહેલા શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું હતું. તે પહેલા ગુરૂપૂર્ણિમાના દિવસે પણ એક બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પોતાના હૃદયનો ખ્યાલ બધાએ રાખવો જોઈએ.