હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ ચિંતાજનક! હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં 24 કલાકમાં થયા બે યુવાનોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-06 16:49:32

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. તાજેતરમાં જ ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની તેમજ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ત્યારે ફરી એક વખત એક જ દિવસમાં હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાને કારણે ચિંતામાં વધારો થયો છે. 


નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. 


24 કલાકમાં બે યુવાનોના થયા હૃદય હુમલાને કારણે મોત

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કેટર્સનું કામ કરનાર મોહિત પટેલ નામના યુવકને બુધવારે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો હતો. મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફર્યા અને ઘરે આવીને ઉંઘી ગયા.સવારે જ્યારે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઉઠ્યો જ નહી. જેથી પરિવારના અન્ય  સભ્યોને જાણ કરવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 


પિતાની સામે  ઢળી પડ્યો પુત્ર!

બીજો એક કિસ્સો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં રહેતા 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તે મિસ્ત્રી કામ કરતો હતો અને જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના પિતા તેની સામે જ હતા. પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જીંદગીનો કોઈ ભરસો રહ્યો નથી. કોણ ક્યારે મોતને ભેટે તે જાણી શકાતું નથી.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?