દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી સતત ઘટતી જઈ છે જેને કારણે આ પ્રદુષણની સમસ્યા ખતમ કરવાનું નામ નથી લઈ રહી. શિયાળાને કારણે તેમજ વાયુ પ્રદુષણને કારણે ધુમમ્સ તેમજ પ્રદુષણ એક સાથે જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે જેમ જેમ શિયાળો વધશે તેમ તેમ ધુમ્મસ વધતું જશે અને સાથે સાથે પ્રદુષણ પણ વધતું જઈ રહ્યું છે. CPCBના જણાવ્યા અનુસાર સવારના આઠ વાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 નોંધાયું હતું.
With the advent of winter as well as poor air quality, Delhi woke up to smog today. Visuals from Vijay Chowk, India Gate, Kartavya Path and Humayun Road.
— ANI (@ANI) December 3, 2022
Delhi's air quality stands in the 'Very Poor' category this morning with the AQI (Air Quality Index) being 332. pic.twitter.com/t79peMQq11
વધી રહ્યું છે પ્રદુષણનું સ્તર
દિલ્હીમાં હાલ વાયુની ગણવત્તા સતત ઘટી રહી છે. જેને કારણે ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત શિયાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. શિયાળો શરૂ થવાને કારણે ધુમ્મસની સમસ્ચા પણ જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ આઠ વાગ્યા સુધી 332 નોંધાયું હતું. શિયાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે અને તાપમાન ઘટી શકે છે. શિયાળો વધતા આ સમસ્ચા પણ વધતી જશે. એક તો પ્રદુષણ અને બીજુ ધુમ્મસ. આ બંનેને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે.