હાર્ટ એટેકનો વધતો ખતરો! જામનગરમાં હાર્ટ એટેકને કારણે ગયો ડોક્ટરનો જીવ! કોરોના બાદ વધી રહ્યા છે કિસ્સા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 13:59:24

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં એક તબિબનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  


હાર્ટના ડોક્ટરનું થયું હાર્ટ એટેકથી નિધન!

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો હૃદયહુમલાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકને કારણે 41 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટ એટેકથી સામાન્ય વ્યક્તિનું મોત નથી થયું પરંતુ હૃદયના ડોક્ટરનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ડો. ગૌરવ ગાંધીનું નિધન થતાં તબીબી જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  


ડોક્ટરના અચાનક નિધનથી તબીબી જગતમાં વ્યાપ્યો શોક!

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હૃદયહુમલાનો શિકાર બને છે. ત્યારે જામનગરમાં એક તબીબનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટના ડોક્ટર ડો. ગૌરવ ગાંધીનું મોત થતાં તબિબી દુનિયામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમ્યા બાદ ડો. સૂઈ ગયા પરંતુ સવારે તે બેભાન હાલતમાં મળ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી તબીબની સારવાર ચાલી પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આમ તો ડોક્ટર પોતાના ખાવા પીવા પર તેમજ દિલની કાળજી કેવી રીતે લેવી તેના પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ વખતે ડોક્ટરનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ડોક્ટરે પોતાના જીવન કાળ દરમિયાન 16 હજાર જેટલી હાર્ટ સર્જરી કરી હતી.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?