દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ગરમીને કારણે શાળાઓ માટે ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 17:21:19

કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ભીષણ ગરમીને લઈ ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગરમીને ધ્યાનમાં રાખી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 17 જૂન સુધી બંધ રાખવામાં આવશે. આ વાતની જાણકારી સરકારના સચિવ દ્વારા આપવામાં આવી છે.  

    

અનેક રાજ્યોમાં વધી રહ્યો છે તાપમાનનો પારો!

દેશના અનેક રાજ્યો એવા છે જેમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે સિવાય બિહાર, ઝારખંડમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓડિશાના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે.  


વધતી ગરમીને લઈ ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય! 

ગરમીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યો એવા હતા કે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હિટવેવ દરમિયાન કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઝારખંડ સરકારે વધતી ગરમીને લઈ બાળકોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર બહાર પાડીને ઝારખંડ સરકારે જણાવાયું હતું કે ધોરણ 8 સુધીની શાળાઓમાં 17 જૂન સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.       



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..