દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી દરમિયાન પ્રવાસ કરનારા યાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે ઉત્તર-પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનને સપ્તાહમાં એક વખત દોડાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે.
તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનને દોડાવવાનો નિર્ણય
તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. દિવાળીમાં બહારગામ ફરવા માટેનું પ્લાનિંગ પણ લોકોએ શરૂ કરી દીધું છે. દિવાળીના સમયે રેલવેમાં ભારે ઘસારો જોવા મળે છે. પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા લોકો રેલવેનો ઉપયોગ કરે છે. ત્યારે ફેસ્ટિવ સિઝન ચાલુ થતાં જ રેલવે વિભાગે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે. અઠવાડિયામાં એક દિવસ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી આ સ્પેશિયસ ટ્રેનને ચલાવવામાં આવશે.
મંગળવારે ઉપડશે ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન
ટ્રેન નંબર 09523 અઠવાડિયામાં એક વખત પોતાનો પ્રવાસ કરશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલનારી આ ટ્રેન કુલ 7 ટ્રીપ કરવાની છે. દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બુધવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચાડશે. આ વખતે ટ્રેનમાં વધારે ડબ્બાઓ મુકાવામાં આવશે. તહેવારો દરમિયાન પેસેન્જર સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.