નવરાત્રીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે દિવાળી નજીક આવી રહી છે ત્યારે દિવાળીનો તહેવાર મનાવા જતાં લોકો માટે ST નિગમ દ્વારા 19થી 24 ઓક્ટોમ્બર સુધી વધારાની 2300 બસો દોડાવવામાં આવશે. 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે.માત્ર સુરત અને અમદાવાદ જ નહીં રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે.
મુસાફરોને STની સુવિધા પૂરી પડશે ..
દિવાળીમાં કોઈ પણ મુસાફરોને હાલાકીનો સામનોન કરવો પડે એટલે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ મીડિયાને જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયમકો, તમામ ટ્રફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરોને બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.
તહેવારમાં વતન જવા વાળા મુસાફરો વધુ હોય છે
તહેવારમાં વતન જવા વાળાની ભીડ વધતી જોય છે મોટા પ્રમાણમાં ટ્રેનોમાં 300થી વધુ વાઇટિંગ છે. મુસાફરોના ઘસારાને જોતા રેલવે પ્રશાસને 18 ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાવ્યા છે.જ્યારે પટના અને જબલપુર માટે સ્પેશિયલ દિવાળી ટ્રેન શરૂ કરવામાં આવી છે.