સોશિયલ નેટવર્કિંગ સાઈટમાં થયો વધારો ! ટ્વિટરને ટક્કર આપવા મેટા લાવી Threads, જાણો શું છે તેના ફિચર્સ?


  • Published By :
  • Published Date : 2023-07-06 15:54:41

ટ્વિટરમાં આવતા નવા નિયમોને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કરવામાં આવતા ફેરફારોને કારણે તે સતત વિવાદમાં રહેતું હતું.પહેલા બ્યુ ટીકને લઈ, પછી અનેક અકાઉન્ટ બ્લોક કરી દીધા હતા. તે ઉપરાંત એવા અનેક નિયમો છે જેને લઈ એલોન મસ્ક વિવાદમાં રહ્યા હતા. ત્યારે ટ્વિટરને ટક્કર આપવા મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads લોન્ચ કરવામાં આવી છે. આ એવી એપ છે જેની સીધી અસર ટ્વિટર પર પડી શકે છે. આમ તો Threadsને ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે પરંતુ અનેક ફિચર્સ તેના ટ્વિટર જેવા છે.

      

ગણતરીના લોકો વાપરતા હતા સોશિયલ મીડિયા!

સોશિયલ મીડિયાના માધ્યમો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે માત્ર લોકો પાસે ફેસબુક અકાઉન્ટ હતું. એ પણ માત્ર અમુક લોકો પાસે જ આ સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ ધીરે ધીરે મોબાઈલનો વપરાશ કરનાર લોકોની પણ સંખ્યા વધતી ગઈ. આજે બહુ એવા ઓછા લોકો હશે જેમની પાસે સ્માર્ટ ફોન નહીં હોય. અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોના અકાઉન્ટ હોતા હશે. 


ટ્વિટર વિરૂદ્ધ Threads એપ લોન્ચ કરાઈ !

ફેસબુક બાદ વોટ્સઅપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સહિત અનેક સોશિયલ મીડિયા એપલીકેશનો આવી. ટ્વિટરના માલિક જ્યારે બદલાયા તે બાદ અનેક એવા નિયમો આવ્યા જેને લઈ વિવાદો થયા હતા. અનેક લોકો ટ્વિટર બદલીમાં એવી એપલિકેશનની શોધમાં હતા જેમાં ટ્વિટરની સુવિધા પણ હોય અને ઈન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ પણ હોય. ત્યારે Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.      


ભારતીયોને પણ મળશે એપનો લાભ 

Threads એવી એપ છે જેમાં યુઝર્સ ટ્વિટની જેમ લાઈક કરી શકશે, કમેન્ટ કરી શકશે અને પોતાનાા વિચારો લોકો સાથે શેર કરી શકશે. આવા ફિચર્સ ટ્વિટર જેવા છે જ્યારે બીજા ફિચર્સ ઈન્સ્ટાગ્રામ જેવા છે. આ એપલિકેશનને ટ્વિટરનું હરીફ માનવામાં આવે છે. ભારતમાં પણ આ એપને લોન્ચ કરવામાં આવી છે. 


Threads ટ્વિટર પર થઈ ટ્રેન્ડ! 

Threadsને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો Threads એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. Threadsને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.  મહત્વનું છે એલોન મસ્કના ટ્વિટર પર Threads ટ્રેન્ડ થઈ રહી છે.  Threadsમાં 500 કેરેક્ટરની લિમીટ રાખવામાં આવી છે. તેની પર એક મિનીટ સુધીનો વીડિયો પણ પોસ્ટ કરી શકાશે ઉપરાંત લીંક પણ શેર કરી શકાશે. એક કલાકની અંદર  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.