હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો, રાધનપુરમાં બસ ડ્રાઇવરનું અને સુરતમાં બાઇક પર જતા યુવાનનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-10 13:10:15

હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોઈ જીમ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થયા છે. પાટણના રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઈવરનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. રાધનપુરમાં એસટી કર્માચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તે ઉપરાંત સુરતમાં પણ યુવકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે.


એક જ દિવસમાં બે લોકોના થયા મોત 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતાં હોવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બને છે તો કોઈ રમત રમતા કાળનો કોળિયો બને છે. ત્યારે હાર્ટ એટેકે બે લોકોના જીવ લીધા છે. સુરતમાં ચાલુ બાઈક દરમિયાન છાતીમાં દુખાવો યુવકને ઉપડ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ પાટણના  રાધનપુરમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર ડ્રાઈવરનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં નોંધાયો વધારો  

આવા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએસઆઈનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. વર્ષ 2022ની સરખામણી આ વર્ષમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 27 ટકા જેટલો વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં 108ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા જ્યારે વર્ષ 2023માં 108ને હાર્ટ એટેક મામલે 5787 કોલ મળ્યા હતા. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ચિંતામાં વધારો થયો છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?