કોંગ્રેસ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. એવું લાગતું હતું કે થોડા સમયમાં આ રેડ પૂર્ણ થઈ જશે. પરંતુ અનેક દિવસ પૂર્ણ થયા પરંતુ હજી સુધી કેટલી રકમ મળી આવી તે જાણી શકાયું નથી. ગણતરી કરવામાં આવી રહી છે, અનેક અધિકારીઓ નોટો ગણવા માટે બેઠા છે, મશીનો મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કેટલા પૈસા છે તે જાણી શકાયું નથી. 300 કરોડને પાર આ આંકડો પહોંચી ગયો છે ત્યારે આ આંકડો 500 કરોડને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથેના ફોટો ધીરજ સાહુના ડિલીટ કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.
અદાણી મુદ્દે કોંગ્રેસ કરતું હતું ટ્વિટ!
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પાડવામાં આવી હતી. સાંસદને ત્યાંથી મળી આવેલા રોકડા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ વિષયને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે સાંસદને ત્યાં આટલા રૂપિયા કેવી રીતે આવ્યા? એક સમય હતો કે અદાણી મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતી હતી પરંતુ હવે આ મામલે ભાજપ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આને કારણો ઘેરાઈ રહી છે.
સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવી રહ્યા છે ફોટા!
ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસના નેતાઓને, સાંસદોને સવાલ પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને આ મુદ્દાથી દૂર રાખવા માટે કહ્યું. જ્યારથી આ કિસ્સો સામે આવ્યો ત્યારથી રાહુલ ગાંધી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધીરજ સાહુ રાહુલ ગાંધી સાથેના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી રહ્યા છે. રાહુલ ગાંધી અને ધીરજ સાહુના સંબંધો વધુ ગાઢ છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે ધીરજ સાહુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પછી એક તસવીરો ડિલીટ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ પણ રેડને લઈ કર્યો કટાક્ષ, લખ્યું...
કોંગ્રેસના સાંસદને ત્યાંથી મળી આવેલા પૈસાને લઈ ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસને ઘેરી રહી છે. આ મુદ્દાને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે પરંતુ આ વખતે આ મુદ્દા પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આને લઈ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે અને ઉપર કેપ્શન લખ્યું છે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ‘ભારતમાં, ‘મની હાઇસ્ટ’ કથાની જરૂરિયાત કોને છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે, જેની લૂંટ 70 વર્ષથી જાણીતી છે અને ગણતરીમાં આવવાની છે!’. ત્યારે સાંસદને ત્યાંથી કેટલા કરોડો મળી આવે છે તે જોવાનું રહ્યું કારણ કે પૈસા ગણતા ગણતા 6થી 7 દિવસોનો સમય તો પસાર થઈ ગયો છે અને હજી પણ ગણતરી ચાલી રહી છે.