એક સમયે મહિલાઓ માટે ગુજરાત એકદમ સુરક્ષિત ગણાતું હતું. પરંતુ સમય જતા જતા આ વાતમાં આંશિક ફેરફાર આવ્યો છે. પ્રતિદિન ગુજરાતની છોકરીઓ એકતરફી પ્રેમનો ભોગ બની રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ. સુરતના પાંડેસરામાં આ ઘટના બનવાની હતી પરંતુ છોકરીની સુઝબૂઝને કારણે તેનો જીવ બચી ગયો. ઈજાતો પહોંચી છે પરંતુ ગળુ કપાતા કપાતા બચી ગયું છે.
ચપ્પાના ઘા ઝિંકી કર્યો કિશોરી પર હુમલો
આજનો સમય એવો થઈ ગયો છે કે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રેમની વાતો કરવા લાગ્યા છે. વાતો તો સમજ્યાં પરંતુ એક તરફી પ્રેમ કરનાર વ્યક્તિ સામે વાળી વ્યક્તિને હેરાન પરેશાન કરી માનસિક ટોર્સર્ચ કરે છે. જીવવાનું હરામ કરી નાખે છે. ત્યારે આ ઘટનામાં પણ એક યુવક છેલ્લા ઘણા સમયથી આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનીને હેરાન કરતો હતો. દિકરીએ આ અંગે પોતાના પરિવારના સભ્યોને પણ જાણ કરી હતી. પોતાના રૂમમાંથી બહાર નિકળી બાથરૂમ તરફ જઈ રહી હતી તે દરમિયાન જ યુવકે તેના પર ચપ્પુના ઘા ઝીંકી દીધા.
સકર્તાને કારણે બચ્યો કિશોરીનો જીવ
કિશોરીએ બાથરૂમ જતી વખતે એ યુવકને જોઈ લીધો હતો. બહાર નિકળતા જ ઘરની બહાર ઉભેલા યુવકે તેને પૂછ્યું કે તારૂ લફરુ કોની સાથે ચાલે છે. આમ કહી યુવકે તેની પર હુમલો કરી દીધો. સદનસીબે અને છોકરીના presence of mindને કારણે તેણે મોઢું ફેરવી લેતા ચપ્પાના ઘા ગળાની જગ્યાએ ગાલ પર પડ્યા.કિશોરીને ગાલ પર છરી વાગ્તા તેને ઈજાઓ પહોંચી છે. અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કિશોરીના ગાલ પર આશરે 17 ટાંકા આવ્યા છે.
પોલીસ કરી રહી છે યુવકની તપાસ
કિશોરી પર હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. કિશોરીની અનેક વખત તેણે છેડતી પણ કરી હતી ઉપરાંત તેની સાથે સંબંધ રાખવા ફોર્સ પણ કરતો હતો. અનેક વખત યુવક કિશોરીનો પીછો કરી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. પોલીસ આ યુવકની શોધખોળ કરી રહી છે.
ક્યાં સુધી એકતરફી પ્રેમનો ભોગ બનશે છોકરીઓ?
આ ઘટનાને જોતા પ્રશ્ન પૂછવો સ્વભાવિક છે કે ક્યાં સુધી છોકરાની ખરાબ માનકિસક્તાનો ભોગ છોકરીઓએ બનવું પડશે. એકતરફી પ્રેમને કારણે કેટલી ગ્રીષ્મા પોતાનો જીવ ગૂમાવશે. જો છોકરીએ મોઢું ન ફેરવી લીધું હોત તો વધુ એક ગ્રીષ્મા એકતરફી પ્રેમનો ભોગ બનત.