ક્યાં દેશમાં ટીવી ચેનલનના એંકરે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર કરી ઉજવણી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 15:50:54

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં  શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી.


હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે

આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી. આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ એંકરની ખુબ ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ એંકરનું નામ સેન્ટિયાગો કુનેઓ છે. તે ટીવી શો દરમિયાન એલિઝાબેથના નિધનની ખબર મળ્યા બાદ ખુબ ખુશ થઈ જાય છે


બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનને પગલે ભારત સરકારે સમગ્ર દેશમાં 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો





હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.