પીએમ મોદી હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો છે. પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી અને પછી રાજભવનમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ મમતા સરકાર પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા છે. સંદેશખાલીની ઘટનાને લઈ પીએમ મોદીએ મમતા સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. પ્રવાસના બીજા દિવસ પણ વડાપ્રધાન મોદીએ સંદેશખલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીંયા પોલીસ નહીં પરંતુ આરોપી નિર્ણય કરે છે કે તેમને ક્યારે સરેન્ડર કરવું છે, ક્યારે પકડાવું છે.
સંદેશખાલીને લઈ પીએમ મોદીએ સાધ્યું મમતા સરકાર પર નિશાન!
પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ઘણા સમયથી ચર્ચામાં છે. મહિલાઓ સાથે બનેલી ઘટના, ઈડી પર કરવામાં આવેલો હુમલો, વગેરે વગેરે.. સંદેશખાલીમાં બનેલી ઘટનાએ સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તે બાદ થોડા દિવસો પહેલા શાહજહાં શેખની ધરપકડ પોલીસદ્વારા કરવામાં આવી હતી. 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં તે રહેશે.. સંદેશખાલીમાં જે ઘટના બની તેના વિશે આપણે જાણીએ છીએ. ત્યાં બનેલી ઘટનાને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ગઈકાલે પણ સંદેશખાલીને લઈ પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા ત્યારે ફરી એક વખત આ મુદ્દાને લઈ પીએમ મોદીએ નિશાન સાધ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે...
પીએમ મોદીએ કહ્યું કે બંગાળની સ્થિતિ એવી છે કે અહીં પોલીસ નહીં પણ ગુનેગારો નક્કી કરે છે કે ક્યારે સરેન્ડર કરવું અને ક્યારે ધરપકડ કરવી. રાજ્ય સરકાર ઈચ્છતી ન હતી કે સંદેશખાલીના ગુનેગારોની ક્યારેય ધરપકડ થાય, પરંતુ તે બંગાળની મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી રહી. ભાજપનો એક કાર્યકર તેમની સાથે ઊભો રહ્યો અને સરકારને ઝુકવા મજબૂર કરી. તે સિવાય તેમણે કહ્યું કે આ ભૂમિ ભગવાન કૃષ્ણના સર્વોચ્ચ ઉપદેશક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. હું મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું.
મણિપુરમાં બનેલી ઘટનાને લઈ પીએમ મોદી ચૂપ શા માટે રહ્યા?
મહત્વનું છે કે પીએમ મોદીના ભાષણને સાંભળ્યા બાદ એ પ્રશ્ન જરૂર થશે કે જો પીએમ મોદી સંદેશખાલી વિશે આટલું બોલી શકે છે તો મણિપુરમાં બનેલી ઘટના, મણિપુરમાં ફાટી નિકળેલી હિંસા વિશે કેમ નથી બોલતા? મણિપુરમાં ભાજપની સરકાર છે અને પશ્ચિમ બંગાળમાં ટીએસીની સરકાર છે એટલે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો...