પશ્ચિમ બંગાળના એક સ્કૂલમાં એક એવી ઘટના બની હતી જેમાં વિદ્યાર્થીઓના જીવન પર જોખમ તોળાયું હતું. પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં એક વ્યક્તિ બંદૂક લઈને ઘૂસી ગયો હતો અને છોકરાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલમાં જઈ આઠમાં ધોરણની ક્લાસ પહોંચી ગયો અને વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંદૂક સાથે પહોંચેલા વ્યક્તિ આવતા શાળામાં ભાગ દોડ મચી હતી. મહામહેનતે પોલીસે બાળકોને સનકી વ્યક્તિના સકંજામાંથી છોડાવ્યા હતા.
વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો કર્યો પ્રયાસ!
ઘર પછી છોકરાઓ સૌથી વધારે સમય મુખ્યત્વે શાળામાં પસાર કરતા હોય છે. વિદ્યાર્થીઓ માટે શાળા સેફ ગણાતી હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં એક ઘટના બની કે જેમાં બંદૂક લઈને એક વ્યક્તિ શાળામાં પહોંચી ગયો હતો. આ ઘટના મુચિયા આંચલ ચંદ્રમોહન હાઈસ્કૂલની છે. જ્યાં બંદૂક ધારી એક વ્યક્તિ અચાનક આવી ગયો હતો. હાથમાં રિવોલ્વર અને એસિડ બોમ્બની બે બોટલો લઈને સ્કૂલ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓને બંધક બનાવવાની કોશિશ કરી હતી.
રિવોલ્વર અને એસિડની બોટલ લઈ શાળા પહોંચ્યો હતો!
શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો સનકી માણસે બંદૂક ચલાવી દીધી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે સ્કૂલના આઠમા ધોરણની ક્લાસમાં બંદૂક ધારી વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. આ ક્લાસમાં 35-40 બાળકો બેઠા હતા. જ્યારે તે ક્લાસમાં એન્ટર થયો ત્યારે તેણે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓને બંધક બનાઉ છું. અને દરેક બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરવાની ધમકી મળતા બાળકો તેમજ શિક્ષક ડરી ગયા હતા. રિવોલ્વર તાણી અને બૂમો પાડવા લાગ્યો હતો,
સનકી વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો!
આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જણાવ્યા અનુસાર પેરેન્ટ બનીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ પેપર વાંચવા લાગ્યો. સ્કૂલ દ્વારા આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તે સનકી વ્યક્તિને પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોએ સ્કૂલની સામે પ્રદર્શન કર્યા હતા.
પ્રશાસન પર પ્રેશર લાવવા કર્યું આવું!
આ મામલે ક્લાસ ટીચરે કહ્યું કે તે શખ્સ એવો લાગી રહ્યો હતો કે કોઈ બાળકના વાલી હોય. તેણે રિવોલ્વર કાઢી અને મને એક ખૂણામાં બેસી જવા કહ્યું. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ મામલે પોલીસને આરોપીએ કહ્યું કે તેનો દીકરો અને તેની પત્ની એક વર્ષથી ગુમ છે. પ્રશાસન પર પ્રેશર બનાવવા માટે તેણે આવું કર્યું હતું. મળતી માહિતી અનુસાર શાળમાં આખા દિવસની રજા જાહેર કરી દીધી હતી.