વધતા તાપમાનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું, વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણી પરબ શરૂ કરાઈ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 17:36:26

આપણે ત્યાં કહેવાય છે જળ સેવા એ પ્રભુ સેવા... શરીર તંદુરસ્ત રહે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું જોઈએ... ભણવામાં આવતું હતું માનવ શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે... આખા દિવસ દરમિયાન અનેક લિટર પાણી પીવું જોઈએ અને તેમાં પણ ઉનાળાના સમય દરમિયાન તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ... સતત પાણી પીવું જોઈએ... અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અથવા તો અનેક માણસો દ્વારા પરબની સેવા શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે  વિવિધ વિસ્તારોમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે...

ઉનાળા દરમિયાન વધારે પાણી પીવાનો રાખવો જોઈએ આગ્રહ!

એપ્રિલ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અગન વર્ષા થતી હોય તેવો અનુભવ થાય છે જ્યારે ઘરની બહાર નીકળતા હોઈએ છીએ. ઉનાળાના સમય દરમિયાન ડી-હાઈડ્રેશનનો શિકાર અનેક લોકો બનતા હોય છે... વધારે પાણી ના પીવાને કારણે લોકો ચક્કર ખાઈને પડી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન વધારે પાણી પીવું હિતાવહ છે.. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. ઉનાળા દરમિયાન પાણી તેમજ પ્રવાહી લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. લોકો વધારે પાણી પીવે તે માટે અનેક વખત અપીલ પણ કરવામાં આવતી હોય છે... 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવકારદાયક પગલું 

અનેક લોકો જ્યારે ઘરની બહાર નિકળે ત્યારે પાણીની બોટલ જોડે રાખતા હોય છે... પરંતુ અનેક લોકો પાણીની બોટલ જોડે નથી રાખતા. મહત્વનું છે કે અનેક વખત ઉનાળાના સમય દરમિયાન જો તરસ લાગે છે તો પીવા માટે પાણી મળતું નથી... આ બધા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક ફોટો શેર કર્યા છે અને લખ્યું છે વધતા તાપમાન વચ્ચે થોડું તમારૂં ધ્યાન પણ રાખો, અને પાણી વધુને વધુ પ્રવાહી લેવાનો આગ્રહ રાખો.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મોબાઈલ પાણીની પરબ શરૂ કરી છે જેનો લાભ લો... 


પોતાની જાતનું કરો આવી રીતે રક્ષણ

મહત્વનું છે કે ઉનાળાની સિઝન દરમિયાન આપણે ડી-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું ધ્યાન રાખીએ, સમયાંતરે આપણે પાણી અથવા તો પ્રવાહીનું સેવન કરીએ... જો તમારા ત્યાં પણ આવી પરબ શરૂ થઈ હોય તો અમને જણાવજો ઉપરાંત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ તમને કેવી લાગી તે પણ અમને જણાવજો...             



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?