હિંમતનગરના વક્તાપુરમાં દારૂડિયા પિતાની બે પુત્રોએ કરી કરપીણ હત્યા, માતાની ફરિયાદ પર દીકરાઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:45:18

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. નજીવી બાબતે જીવલેણ હુમલો કરી મોતને ઘાટને ઉતારી દેવું એ તો હવે સામાન્ય બાબત બની ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમત નગરમાં ઘર કંકાસમાં બે પુત્રોએ તેના જ પિતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 


શું હતો સમગ્ર મામલો?


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના બની છે.  દારુ પીને ઘરે આવેલા પિતા ધમાલ મચાવી હતી આ કારણે બે પુત્રોની સાથે પિતાને બબાલ થઈ હતી. જોકે, આ ઝઘડો લાંબો ચાલતા પિતા ગામમાં ભાગી ગયા હતા, બાદમાં બન્ને દીકરાઓએ પોતાના પિતાને ગામમાંથી પકડી લાવીને ઘરમાં માર મારવાનું શરૂ કર્યુ હતુ. બન્નેએ પોતાના પિતાને લાકડીઓ ફટકારી અને બાદમાં માથાના ભાગે કોદાળીના ઘા ઝીંક્યા હતા. પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. હાલમાં આ હત્યાના ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે. 


મૃતકના પત્નીએ બંને દીકરા વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ 


મૃતકના પત્નીસુભદ્રાબેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાના બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પતિ નારાયણ રાવળને દારુ પીવાની ટેવ હતી અને તે વારંવાર પરિવારજનો સાથે ઝગડો કરતા હતા. જેથી તેમનો મોટો દીકરો અર્જૂન છેલ્લા પાંચ વર્ષથી પોતાની પત્ની અને સંતાનો સાથે ઇડર ભાડાના મકાનમાં રહેવા માટે જતો રહ્યો હતો. હિંમતનગર જીઈડીસીમા કામ કરતો હોવાથી તે અવાર-નવાર વક્તાપુર આવીને તેની માતા સુભદ્રાબેનને મળતો હતો. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી નારાયણભાઈની માથાકૂટ વધી ગઇ હતી. બન્ને પુત્રો દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા પિતા નારાયણભાઈને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. નારાયણભાઈ હાથમાં રહેલી કોદાળી મુકેશને મારવા જતા મુકેશે તે ઝુંટવી લીધી હતી અને પિતાના માથાના ભાગે મારી દીધી હતી. જેથી પિતા નારાયણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સમયે આસપાસના લોકો આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત નારાયણભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રો અર્જૂન અને મુકેશ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?