વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા! નડિયાદમાં ફસાઈ ગાડી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-06 12:31:57

વરસાદના આગમન સાથે જ ગુજરાત રાજ્યની પરિસ્થિતિ બદલાઈ છે. અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડતા નડિયાદમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે નડિયાદમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો કારમાં ભરાઈ ગયા હતા. કાર ચાલકે ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી જેને કારણે અંતે દોરડાની મદદથી ફાયર વિભાગની ટીમે ગાડીને બહાર કાઢી હતી.ઉપરાંત ચાર લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.

પાણી ભરાવવાને કારણે અંડરપાસમાં ફસાઈ ગાડી

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી પડ્યો છે. સારો વરસાદ વરસવાને કારણે નવા નીરની આવક થઈ છે. જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર વરસાદ યથાવત પણ જોવા મળી રહ્યું છે. નડિયાદ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સતત થતા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હોય છે. અનેક વાહનો તણાઈ પણ જતા હોય છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અંડર પાસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીમાં ગાડી ફસાઈ ગઈ છે. કાર ચાલકે ગાડીને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં આવી પહોંચી અને ગાડીને દોરડાની મદદથી બહાર ખેંચવામાં આવી. 

 નોંધનીય છે કે, શહેરમાં બુધવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. બપોરના સમયમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ ધોધમાર વરસાદને કારણે વડોદરા શહેરના માંડવી, રાવપુરા, ન્યાય મંદિર, સમા, અલકાપુરી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વડોદરામાં તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ખાબકી રિક્ષા 

તે સિવાય વડોદરામાં પણ તંત્રની બેદરકારીને લીધે એક રિક્ષા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી પડી હતી. વરસાદી માહોલને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખાડાને પૂરવામાં આવ્યો ન હતો. જેને લઈ રિક્ષા ચાલક 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં રિક્ષા સાથે પટકાયો હતો. ખાડામાં ફસાયેલી રિક્ષાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. બુધવાર રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી. રિક્ષા ચાલકને ખાડો ન દેખાતા તે ખાડામાં રિક્ષા સાથે પડી ગયો.   

 વડોદરા: શહેરમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ હતુ. શહેરમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે, કોર્પોરેશન દ્વારા લાઈનમાં લીકેજને પગલે મોટો ખાડો ખોદીને તેને પૂરવામાં આવ્યો ન હતો. બુધવારે રાતે આ 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં રિક્ષા ચાલક રિક્ષા સાથે અંદર પટકાયો હતો. આજે સવારથી આ ખાડામાં પડેલી રિક્ષા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

ભૂવાઓમાં પણ પડે છે વાહનો!

મહત્વનું છે કે અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. આ તો ખાડામાં રિક્ષા પડી ત્યારે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રસ્તા પર ઉભેલી કાર ભૂવામાં પડતી હોય. ભૂવાઓની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. અનેક ભૂવાઓ જ્યારે પડે છે ત્યારે પોતાની સાથે અંદર વાહનોને પણ લેતા જાય છે.  


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.