Vadodaraમાં ભાજપ સામે પડ્યાં કટ્ટર ભાજપી કાર્યકર્તાઓ, સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા - ચાલો ભાજપના ઘમંડને હરાવીએ, ભાજપ હાઈકમાન્ડને ભારે પડશે ભૂલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 18:24:29

ગુજરાતની રાજનીતિમાં આપણે છેલ્લા ઘણા સમયથી એકહથ્થુ શાસન જોયું છે... એક પેઢી આખી એવી છે કે જેણે કોંગ્રેસનું શાસન જોયું જ નહીં હોય... સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહી છું.... આ એ જ શિસ્તબદ્ધ પાર્ટી છે કે જ્યાં એક આદેશ હોય તો રાજ્યના મુખ્યમંત્રી પણ સંગઠનમાં તેને શિરોમાન્ય ગણે છે... અને ગણગણાટ શુદ્ધા થતો આપણે નથી જોયો... આજે એવું કહી શકાય કે ગુજરાતમાં બધુ સમુ સુતરું નથી.. ખાસ કરીને ભાજપમાં.... ભાજપમાં આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો છે. પહેલા એક સીટથી શરૂ થયેલો આ આક્રોશ હવે અડધો ડઝન બેઠકો સુધી પહોંચી ગયો છે. મુદ્દાની વાત એ છે કે, આ વિવાદ આંતરિક છે.... અને એનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આવું અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય નથી થયું... 


શંકરસિંહ વાઘેલા ધારાસભ્યોને લઈ ગયા હતા ખજૂરાહો એટલે તેમને.... 

પણ એક વાત એ પણ છે કે હવે લોકો બોલતા થયા છે....  ગુજરાતની રાજનીતિમાં થોડા વર્ષો પહેલા એ સમયમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો પોકાર્યો અને ભાજપ સાથે છેડો ફાડી મુખ્યમંત્રી પદ મેળવ્યું.... એ વખતે તેઓ ધારાસભ્યોને ખાસ પ્લેનમાં ખજૂરાહો  લઈ ગયા અને જે ધારાસભ્યો કેશુભાઈ સાથે હતા તેમને હજુરિયા કહેવાયા અને શંકરસિંહ સાથે ગયા તેમને ખજૂરિયા કહેવાયા... શંકરસિંહ વાઘેલાને અત્યારે એટલા માટે યાદ કરી રહી છું કેમ કે હવે ગુજરાતની રાજનીતિમાં હજુરિયા, ખજુરિયા બાદ હવે ગુજરાતની રાજનીતિમાં મજૂરિયા શબ્દ પ્રચલિત થયો છે.....



ખજૂરિયા બાદ ગુજરાતમાં પ્રચલિત થયો મજૂરિયા શબ્દ! 

વાત જાણે એમ છે કે, ભાજપમાં એક જ સીટ પરથી શરુ થયેલો વિવાદ હવે ગુજરાતની લગભગ સીટો અનેક સીટો પર પહોંચી ગયો છે.... કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને આપેલા વચનો પૂર્ણ કરવામાં ભાજપના કાર્યકરોને અન્યાય થયો છે... પણ આપણે વાત કરી કેમ કે આજ સુધી આવી સ્થિતિમાં ભાજપ ક્યારેય મુકાયું નથી... અને આ વિખવાદ આંતરિક છે.... લોકસભાની ચૂંટણીમાં ભારે પક્ષપાત થયો હોય તેવું ભાજપના કાર્યકર્તાઓ અનુભવી રહ્યાં છે... અને હજુરિયા, ખજુરિયા બાદ હવે ગુજરાતમાં મજૂરિયા શબ્દ પ્રચલિત થયો છે... અત્યાર સુધી ગાભા મારુ જેવો શબ્દ સોશિયલ મીડિયામાં ઉપયોગમાં લેવાતો હતો પણ હવે મજૂરિયા એટલે કે એવા મજૂર જેઓ હાજી હા કરી ભાજપ હાઈકમાન્ડની વાતને માની ઉમેદવારને જીતાડી રહ્યાં છે. 



કાર્યકર્તાઓને મનાવવા ભાજપને મુશ્કેલી પડી રહી છે...! 

ભલે ઉમેદવાર કોઈ પણ હોય પણ લોકસભાની ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ છે. ભાજપમાં આંતરિક વિખવાદની હવે આ ચરમસીમા છે. હાલ સાબરકાંઠા, રાજકોટ, વડોદરા બેઠકો પર ભાજપને કાર્યકર્તાઓને મનાવવામાં કાઠું પડી રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં ભાજપ વિરુદ્ધ મેસેજ વાયરલ થયા છે. વડોદરાના રાજકારણમાં હજુરિયા, ખજૂરિયા બાદ મજૂરિયાની એન્ટ્રી થઈ છે. જેમાં ભાજપના હાઈકમાન્ડના ઘમંડને હરાવીએ અને આરએસએસના ભાજપના સમર્પિત કાર્યકરોની હિંમતનો અહેસાસ કરાવીએ તેવા મેસેજ વહેતા કરાયા છે. ગુજરાતમાં એક કે બે બેઠકની વાત નથી, ડઝન બેઠકો પર ભાજપ સામે વિરોધ ચાલી રહ્યો છે અને સ્થાનિક હાઈકમાન્ડ સ્થિતિ સંભાળવામાં ફેલ ગયું છે. 


ભાજપ હાઈકમાન્ડ સ્થાનિક નેતાઓનું માપી રહ્યા છે પાણી!

ભાજપ ભલે એવું કહે કે ઓલ ઈઝ વેલ, પરંતુ ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ રાજકોટમાં ઉમેદવાર બદલવા મક્કમ બન્યું છે. સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે. શોભનાબેન બારેયા સામેનો વિરોધ ભાજપ હેન્ડલ કરી શકતું નથી. ભાજપ હાઈકમાન્ડ પણ સ્થાનિક નેતાઓનું પાણી માપી રહી છે. પાટીલના 5 લાખની લીડનો પડઘો હવે ગુજરાતમાં સંભળાઈ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને બદલે ભાજપ આંતરિક વિખવાદો ઉકેલવામાં વ્યસ્ત બન્યું છે. 


નવા ઉમેદવારને લઈ વડોદરામાં વિરોધ શરૂ થયો!

વડોદરામાં રંજન ભટ્ટને તો બદલી દેવાયા, પરંતુ હવે નવા ઉમેદવાર ડો.હેમાંગ જોશીને પણ બદલવાની માંગ ઉઠી છે. ચર્ચા ઉઠી છે કે, ડો.હેમાંગ વડોદરા નથી, તેઓ માત્ર વડોદરામાં ભણવા આવ્યા હતા અને માત્ર ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય થયા છે. વરિષ્ઠ આગેવાનોને ભાજપના વફાદાર કાર્યકર્તાઓને કોરાણે મૂકીને નવા નિશાળીયાને ટિકિટ અપાઈ છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને હવે આયાતી ઉમેદવારો સામે ઓછું મહત્વ મળી રહ્યું હોવાનો અહેસાસ થવા લાગ્યો છે. ભાજપે 5 વિધાનસભાની ચૂંટણીમાં આયાતી કોંગ્રેસી ઉમેદવારોને ટિકીટ આપી ભાજપના નેતાઓને આદેશ કર્યો છે કે આમને જીતાડી દો... જે ભાજપના કાર્યકરોને પચી રહ્યું નથી. એક કે બે દાયકા વિધાનસભામાં મહેનત કરી જે નેતાઓએ ભાજપ માટે જાત ઘસી છે એમને હવે આયાતી ધારાસભ્યો અને સાંસદોને સાહેબ કહેવું પડશે. આ નેતાઓને પોતાની કારકીર્દી ડૂબતી નજર સામે દેખાઈ રહી છે. 


મજુરિયા કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કર્યો!

આમ, હેમાંગ જોશીને બદલવા માટે મજુરિયા કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વડોદરા ભાજપમાં હજુરિયા, ખજૂરિયા અને મજૂરિયાનું સૂત્ર ફરતું થયું છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડો હેમાંગ જોશીનો વિરોધ થયો છે. ભાજપ વોર્ડ 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢી વિરોધ કર્યો છે.  આ સિવાય પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલના લાઈવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ કરી રોષ ઠાલવ્યો હતો. પ્રિતેશ શાહે લખ્યું, વડોદરા નારી શક્તિનું અપમાન, ટિકીટ આપી પાછી લીધી. જેને આપી એને શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય. પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો. 


પાર્ટી હાઈ કમાન્ડ ભાજપના કાર્યકર્તાઓને મજૂર માને છે!

સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યાં છે. આ મેસેજમાં ભાજપ હાઇકમાન્ડને એટલો ગર્વ છે કે તેમને લાગે છે કે મોદીના કારણે વડોદરાના લોકો કોઈને પણ વોટ આપી દે છે આ કામગીરી માટે ભાજપ પાસે આરએસએસ એબીવીપી અને ભાજપના 50,000 થી વધુ સક્રિય કાર્યકરો વર્ષોથી કામ કરતા રહ્યા છે અને ઉમેદવારને જીતાડવા સખત મહેનત કરી છે પાર્ટી હાઈ કમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજુર છે તેઓ કોઈપણ ઉમેદવાર પસંદ કરશે અને તેના માટે મજૂરી કરશે અને જીતાડશે પણ હવે એમને સમય બદલાયો હોવાનું ધ્યાનમાં હોવું જોઈએ.... આ તમામ મેસેજો વાયરલ થયા જેણે ભાજપની અને શીર્ષ નેતૃત્વની ઊંઘ હરામ કરી છે.... નેતાઓ ગાંધીનગરથી આમ-તેમ દોડી રહ્યાં છે... પ્રયાસો ક્યાંય કામ નથી કરી રહ્યાં.... 


સાબરકાંઠામાં પણ વણસી રહી છે પરિસ્થિતિ

તો બીજી તરફ, સાબરકાંઠાના ઉમેદવાર સામેના વિવાદનો મામલો હજી ઉકેલાયો નથી. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગરની મુલાકાત લીધી હતી.. અને સમાચાર સામે આવ્યા હતા કે, ઉમેદવાર માટે સેન્સ લેવાઈ છે... આ વાતને ભાજપના હોદ્દેદારોએ પુષ્ટિ નથી આપી પણ ચર્ચાઓ છે કે સાબરકાંઠામાં ઉમેદવાર બદલાઈ શકે.... પણ આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ બેઠક બોલાવવામાં આવી હતી... અને સાબરકાંઠાના હોદ્દેદારો સાથે તેમની મુલાકાત હતી... ડેમેજ કંટ્રોલ માટે શું કરી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી.... પણ મુદ્દો એ છે કે હવે રણનીતિ ઘડવી કયા પ્રકારે.... જો ભાજપ ઉમેદવાર બદલવા માટે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય તેવી સ્થિતિમાં હાલ છે... ,


આ મેસેજ વાયરલ થતા વધી ભાજપની ચિંતા!

હવે સ્થિતિ એવી છે કે ભાજપ હેટ્રીક ફટકારવામાં સફળ થશે કે કેમ એ પણ એક સવાલ છે. ભાજપના સ્થાનિક નેતાઓ સ્થિતિઓ સંભાળવામાં ફેલ ગયા છે અને એક સમયે સોશિયલ મીડિયામાં ગાભા મારું જેવા વપરાતા શબ્દ સામે આજે મજૂરિયા શબ્દ પ્રચલિત થયો છે. ભાજપ માટે સૌથી ખરાબ સ્થિતિ એ છે કે ચાલો ભાજપના હાઈકમાન્ડના ઘમંડને હરાવીએ અને આરએસએસના ભાજપના સમર્પિત કાર્યકરોની હિંમતનો અહેસાસ કરાવીએ તેવા મેસેજ વહેતા થયા છે.... કદાચ આ સ્થિતિને ભાજપ પહોંચી વળે તો પણ અહીંથી ભાજપમાં ઘસારાની તો શરુઆત ચોક્કસપણે થઈ ચૂકી છે... તમે શું માનો છો ભાજપની આ સ્થિતિ પર તે કોમેન્ટ કરીને અમને જરુરથી જણાવજો...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?