વડોદરામાં 4 મહિલાઓ અર્ઘનગ્ન બનીને દોડતા ચકચાર, લોકોએ પકડીને મેથીપાક આપ્યો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-28 19:10:55

ઘણી વાર આપણે કાયદો અને વ્યવસ્થા ભૂલી જતા હોઈએ છીએ, કેટલાક લોકો તો પોતે કાયદાની ઉપર છે તેવું સમજી લેતા હોય છે. વડોદરાથી એક શરમજનક વિડિઓ સામે આવ્યો છે. જેમાં ચાર મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર લોકોથી બચીને ભાગી રહી છે. સંસ્કારી નગરી મનાતી વડોદરાથી આ ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો, છે જેમાં મહિલાઓ અર્ઘનગ્ન થઈને રસ્તા પર બેઠી છે. અને કેટલાક લોકો તેમને ધમકાવી રહ્યા છે. વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. લોકોએ તેમનો પીછો કરતા આ મહિલાઓ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ અર્ઘનગ્ન થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી હતી.


શા માટે મહિલાઓ થઈ અર્ઘનગ્ન?  


મળતી માહિતી પ્રમાણે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાળ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો. લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારે યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. જો કે, રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારે યુવતીને મેથીપાક પણ ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે અર્ઘનગ્ન હાલમાં દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારે યુવતીને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.


લોકોના ટોળેટોળા ઉમટ્યા


વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે કારેલીબાગ વિસ્તારમાં ભારે ચકચાર પણ જગાવી મૂકી હતી. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકટોળાએ યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે, તે અંગેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી.


આ મામલે પોલીસે શું કહ્યું?


આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકના P.I.ચેતન જાદવે જણાવ્યું હતું કે, આ ચારે યુવતી ચોરી કરીને ભાગી રહી હતી. તે દરમિયાન લોકોએ તેનો પીછો કરતા બચવા માટે યુવતીઓએ જાતે જ કપડા કાઢીને તમાશો કર્યો હતો અને રડવાનું નાટક કર્યું હતું. જે દુકાનમાંથી ચોરી કરી હતી, તે દુકાનદારને હાલ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા છે. તેઓની વિગતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?