જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ભૂસ્ખલનને કારણે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ હતી. 700થી વધારે ઘર પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા ઘરોને તોડવાની તજવીજ હાથ ધરી છે. અનેક ઈમારતોને ધારાશાઈ કરવામાં આવી છે. ઘર છોડવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ
ઉત્તરાખંડમાં અનેક લોકો બેઘર થઈ જવાની કતાર પર ઉભા છે. પ્રભાવિત ક્ષેત્રની હોટલોને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આસપાસની જગ્યાઓને ખાલી કરી દેવાયા છે. રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ચિંતાજનક સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર તેની પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. થોડા દિવસો પહેલા પીએમઓએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી તો અવાર-નવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે.
ઈમારતો તોડવાની થઈ રહી છે કામગીરી
ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે જોશીમઠની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા. કેન્દ્રની ટીમે પણ ઉત્તરાખંડના પ્રવાસે છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર રાખી રહી છે નજર
જોશીમઠમાં એક તરફ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વાતાવરણને કારણે આ કાર્યવાહીમાં અડચણ રૂપ થઈ શકે છે. વાતાવરણની સીધી અસર ત્યાં થતા કામકાજ પર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ લોકોને ધીરજ રાખવા અપીલ પણ કરી છે.