UttarPradeshમાં પિતાની વિધવા બની પુત્રીએ લીધો આટલા વર્ષ પેન્શનનો લાભ, આવી રીતે ફૂટ્યો ભાંડો! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-10 13:37:21

લોકો માટે સંબંધો નહીં પરંતુ પૈસા સૌથી મહત્વની વસ્તુ થઈ ગઈ છે. પૈસા કમાવવા અને એમાં પણ ખોટી રીતે પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો શોધી લેતા હોય છે. પૈસાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાના પેન્શનના પૈસા મેળવવા પુત્રી પિતાના નિધન પછી તેમની પત્ની બની. એક બે વર્ષ નહીં 10 વર્ષ સુધી ખોટી રીતે પેન્શનના પૈસા લીધા. પરંતુ આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાની લડાઈ પોતાના અસલી પતિ સાથે થઈ. અસલિ પતિએ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગેની ફરિયાદ કરી અને તે બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી.  


ઉત્તરપ્રદેશની આ ઘટના તમને વિચારવા મજબૂર કરી દેશે... 

આપણે ત્યાં કહેવત છે કે ઘર કા ભેદી લંકા ઢાયે, મતલબ કે જે ઘરોનો હોય તે જ તમારા વિનાશનું કારણ બને. કહેવાય છે કે તમારે પોતાના રાજ કોઈને કહેવા ન જોઈએ. કારણ કે જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે છે. ગમે ત્યારે તમારૂં કારસ્તાન તે ઉજાગર કરી શકે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં આ કહેવત સાચી પૂરવાર થાય છે. યુપીના ઈટાહ જિલ્લામાં એક મહિલા પોતાના પિતાની વિધવા બની અને 10 વર્ષ સુધી પેન્શનનો લાભ લીધો હતો. 


મહિલાના પતિએ ખોલી આખી ઘટનાની પોલ 

પિતાની વિધવા બનવી 10 વર્ષ સુધી તેણે 10 હજાર રૂપિયા લીધા. મળતી માહિતી અનુસાર જે પુત્રીએ આ કારસ્તાન કર્યો છે તેનું નામ છે મોસિના પરવેજ અને તેના પિતાનું નામ છે વિજારત ઉલ્લા ખાન હતું જેમનું નિધન 2013માં થઈ ગયું હતું. વિજારત ઉલ્લા પહેલા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યારે પુત્રી મોહસિનાએ પેન્શન ફોર્મમાં પોતાને પિતાની વિધવા તરીકે દર્શાવી અને પેન્શનનો લાભ લેવા લાગી.10 વર્ષ સુધી તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે મહિલાનો ઝઘડો તેના અસલી પતિ સાથે થયો. ઝઘડો થતાં મહિલાના પતિએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી અને આખો મામલો સામે આવ્યો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે અને કોર્ટમાં તેને મોકલી દેવામાં આવી છે.


નકલી દસ્તાવેજોના આધારે 12 લાખ રૂપિયા જમા કરી લીધા! 

પેન્શનનો લાભ લેવા મોસિનાએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો અને પોતાને પિતાની વિધવા બતાવી દીધી. પેન્શન પત્રમાં પોતાનું નામ શાવિયા બેગમ લખાવી દીધું. પેન્શનનો લાભ લેવા પાત્ર પણ થઈ ગઈ અને પેન્શન મળવાની શરૂઆત પણ થઈ ગઈ અને 12 લાખ જેટલા રૂપિયા તેણે મેળવી લીધા હતા.એટલે જ કહેવાય છે ખોટું વધુ સમય ટકતુ નથી, સત્ય ગમે તે રીતે સામે આવે જ છે...   



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.