H - 1B વિઝા કાર્યક્રમ જે અંતર્ગત સ્કિલ્ડ લેબર ફોર્સને અમેરિકાની મોટી મોટી કંપનીઓ નોકરી આપે છે . પરંતુ હવે અમેરિકામાં સ્થિત ભારતીયોમાં આ H - 1B વિઝાને લઇને જોરદાર ડરનો માહોલ છે કેમ કે , સંભાવના છે કે , રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ H - 1B વિઝા કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. તો આવો જાણીએ શું છે આખો મામલો?
H - 1B વિઝા કાર્યક્રમ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લયું બુશ વખતે ઇમિગ્રેશન એક્ટ ,૧૯૯૦ અંતર્ગત શરુ કરવામાં આવ્યો હતો . જે અંતર્ગત અમેરિકાની ખુબ મોટી મોટી કંપનીઓ સ્કિલ્ડ લેબરને રોજગારી આપે છે. H - 1B વિઝા ધારકોમાં એકલા ૭૦ ટકા તો માત્ર ભારતીયો છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ H - 1B વિઝાને લઇને ખુબ મોટી ચર્ચા ચાલી રહી છે . સાથે જ સંભાવના છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ મોટાપાયે ઇમીગ્રેશનની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે. રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખના કેટલાક સાથીઓ વર્તમાન ઇમીગ્રેશનની નીતિઓને કડક બનાવવા માંગે છે . શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ H -1B વિઝા કાર્યક્રમના વિરોધમાં હતા પરંતુ હવે તેઓ સમર્થનમાં દેખાઈ રહ્યા છે. કેમ કે , તેમના જ એક મંત્રી એલોન મસ્ક તેના પુરા સમર્થનમાં છે. અમેરિકાનું સિલિકોન વેલી કે જ્યાં મોટા ભાગના કર્મચારીઓ H - 1B વિઝા ધારક છે . ઘણા લોકો H - 1B વિઝાની વિરુદ્ધમાં તર્ક આપતા એવું કહી રહ્યા છે કે , આ વિઝા પર નિયંત્રણ મોટી મોટી કંપનીઓનું હોય છે . આ નિયંત્રણ તેમના એમ્પ્લોયર એટલેકે , જે નોકરી આપે છે તે કંપનીઓ પાસે હોય છે . માટે ઘણીવાર કંપનીઓ તેનો દુરપયોગ પણ કરતી હોય છે. અમેરિકામાં આ H - 1B વિઝા કાર્યક્રમથી ઘણા ભારતીયો સફળ પણ થયા છે . જેમ કે , ગુગલના સુંદર પીચાઈ , માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા . ઈલોન મસ્ક જેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો . તેઓ પોતે પણ આ H -1B વિઝા કાર્યક્રમના ભાગ રૂપે જ અમેરિકા આવ્યા હતા . હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ ખાસ કહેવાય છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમિગ્રેશન વિરોધીઓ અને સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ વચ્ચેની લડાઈ છે , જોઈએ ટ્રમ્પ કોનું સાંભળશે. થોડાક સમય પેહલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડને લઇને નિવેદન આપ્યું હતું કે , " ગ્રીનકાર્ડ ધારકો પાસે અમેરીકામાં કાયમ માટે રહી જવાનો કોઈ અધિકાર નથી." આનાથી જે ભારતીયો અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે સાથે જ જેમની પાસે ગ્રીનકાર્ડ છે આ બને વર્ગોમાં ફફડાટ આવી ગયો છે . ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની આ નવી સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકોને સ્થાન આપ્યું છે જેમ કે , તુલસી ગેબાર્ડને ઇન્ટેલિજન્સ ચીફ , કાશ પટેલને FBI ડાયરેક્ટર , કુશ દેસાઈને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી , હર્મિત ધિલ્લોનને સિવિલ રાઈટ્સના અટોર્ની જનરલ બનાવવામાં આવ્યા છે . વાત કરીએ અમેરિકામાં સ્થિત ભારતીયોની તો , તેમની સંખ્યા અંદાજે , ૫૨ લાખ છે . તેમાંથી ૮૦ ટકા પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે . આ ભારતીયો અમેરિકાની નેશનલ એવરેજ કરતા પણ સારું કમાય છે.
એક વાત તો સાફ છે , અમેરિકા હાલમાં વિશ્વભરમાં મહાસત્તા છે કેમ કે , તેની પાસે સ્કિલ્ડ લેબર ફોર્સ છે. અને જો H 1B વિઝાના કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા તો અમેરિકાને લાંબાગાળે નુકશાન થઈ શકે છે.