Rajkot Game Zone Fire મામલે સરકારે કરી SITની રચના, તપાસ કરાશે પરંતુ સવાલ થાય કે માણસના જીવનની કોઈ કદર નથી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 16:56:40

ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની જે બાદ લાગે કે સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક દુર્ઘટનાની ચર્ચા પૂર્ણ ના થઈ હોય કે બીજી દુર્ઘટનાની ચર્ચા કરવી પડે છે...આપણી સમક્ષ એવા અનેક ઉદાહરણો છે, એવા અનેક કિસ્સાઓ છે જેને કારણે આપણને થાય કે આ ઘટના બાદ તો સરકાર ઉંઘમાંથી જાગશે.. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે, પરંતુ કમનસીબે આમાંથી કઈ નથી થતું... ઘટનાનું સ્થળ બદલાય છે, મૃતકોના સરનામા બદલાય, મૃત્યુઆંક બદલાય પરંતુ નથી બદલાતી તે સિસ્ટમ છે.. એવી માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રી આજે સ્થળ મુલાકાત લઈ શકે છે.. 

અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે 

રાજકોટમાં ગઈકાલે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ... ટીઆરપી ગેમઝોનમાં મોડી સાંજે એકાએક આગ લાગી... આગમાં 27 જેટલી જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ.. ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ હશે તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે.. કેવી ચિચિયારીઓ ગુંજી હશે જ્યારે જીવતા બાળકો અગ્નિની જ્વાળામાં બળતા હશે ત્યારે.. આગ લાગવાની કે આવી બીજી દુર્ઘટનાઓ પહેલીવાર નથી બની, જ્યારે અનેક લોકોના મોત એકસાથે થઈ ગયા હોય... ગુજરાતવાસીઓએ અનેક આવી દુર્ઘટનાઓ જોઈ છે.. એ તક્ષશીલા અગ્નિકાંડ હોય, હરણી લેકમાં બનેલી દુર્ઘટના હોય કે પછી બીજી અનેક એવી દુર્ઘટનાઓ જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે...


સરકાર દ્વારા આપી દેવાયા છે તપાસના આદેશ 

આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે,IPS સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SIT તપાસ કરવાની છે..  આ ટીમમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી. સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઑફિસર જે.એન ખડિયા સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દુર્ઘટના સર્જાય છે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરાય છે, ચહેરાઓ બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ..  


તપાસ કરી શું ઉખાડી લેશે સરકાર?  

અધ્યક્ષોના ચહેરાઓ બદલાયા છે, મુખ્યમંત્રી બદલાયા છે.. મુખ્યમંત્રી પછી લાગતી ટેગલાઈન બદલાઈ છે.. પહેલા સંવેદનશીલ મુખ્યમંત્રી લખાતું હતું હવે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી લખાય છે.. સવાલ એ થાય કે આ એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસ કરવામાં આવશે પરંતુ આ બધા પછી પણ સરકાર શું ઉખાડી લેશે તે સવાલ છે? એ માતાને શું પોતાનું સંતાન પાછું મળશે જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું છે? 

 


સવાલ થાય કે શું સરકાર આટલી દુર્ઘટનાઓ પછી ઉંઘમાંથી જાગશે? 

આપણે માત્ર સંવેદનાઓ પાઠવી શકીશું એ પરિવારને જેણે પોતાના વ્હાલસોયાને આવી દુર્ઘટનામાં ગુમાવ્યા છે.. પરંતુ શું આપણે સાચે એ પીડાને અનુભવી શકીશું જે પીડા આજે એ પરિવારના સભ્યોને થતી હશે? કોણે વિચાર્યું હશે કે તે ગેમ ઝોનની ટિકીટ નથી ખરીદી રહ્યા પરંતુ મોતની ટિકીટ ખરીદી રહ્યા છે? અનેક લોકોના જીવ ગયા, અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા.. આવી દુર્ઘટના સર્જાય તે બાદ આપણને લાગે કે સિસ્ટમ ઉંઘમાંથી જાગી જશે, સરકાર જાગશે અધિકારીઓ જાગશે, આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે પ્રયત્ન કરશે, પરિવર્તન આવશે પરંતુ અનેક ઘટનાઓ બાદ પણ પરિવર્તન નથી આવતું... સરકાર, લોકો જાણે મોતનો તમાશો જોવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગે છે...!  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?