Ahmedabad Crime Branchના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ કરી હતી આત્મહત્યા, પીઆઈ ખાચર ફરાર.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 13:17:30

થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ  પરિસરમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા આત્મહત્યા કરી લે છે પરંતુ અનેક કલાકો સુધી કોઈને એ વાતની ખબર પણ ના પડી. પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળતાને કારણે મહિલા ડોક્ટરે પોતાના જીવનને ટૂંકાવ્યું છે તેવું હાલ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ડો. વૈશાલી જોષી પીઆઈ બી.કે.ખાચર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પીઆઈને મળવા માટે ડો. વૈશાલી જોશી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવ્યા હતા તેવું લાગી રહ્યું છે. તેમની પાસેથી લખાણ પણ મળી આવ્યું હતું જેમાં તેમણે પીઆઈને જવાબદાર ગણાવ્યા હતા અને એવું પણ લખ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પીઆઈ ખાચર કરે. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

પ્રેમમાં નિષ્ફળતા મળતા ડોક્ટર વૈશાલી જોશીએ ટૂંકાવ્યું જીવન!

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને આની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે આર્થિક સંકળામણ, પ્રેમ સંબંધનમાં મળેલી નિષ્ફળતા, પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર વગેરે વગેરે... ત્યારે એક આત્મહત્યાનો કિસ્સો હાલ ચર્ચામાં છે, અને તે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડો. વૈશાલી જોશીએ કરેલી આત્મહત્યાનો. આ કેસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રેમમાં નિષ્ફળતા મળી છે તેને કારણે ડોક્ટર વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી છે. 


કેસને સોલ્વ કરવા માટે પોલીસે લીધા અનેક લોકોના નિવેદન!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી અને આગામી સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ કેસ નોંધાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે જ્યારથી આ કેસ બન્યો છે ત્યારથી પીઆઈ ફરાર છે આ મામલે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ કેસને સોલ્વ કરવા માટે અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પીજીમાં મહિલા ડોક્ટર રહેતા હતા ત્યાંના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં અંદાજીત 10થી 12 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ અર્થે ડોક્ટરના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. 


આવનાર દિવસમાં ખુલી શકે છે ચોંકાવનારા રાજ!  

ડોક્ટર મહિલાના પરિવારનું નિવેદન લેવા માટે પોલીસ વૈશાલી જોશીના વતન જશે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત આ કેસમાં વધુ તપાસ કરવા માટે પણ પોલીસ ત્યાં જઈ શકે છે. મરતા પહેલા 14થી 15 પાનાની સ્યુસાઈડ નોટ વૈશાલી જોશીએ લખી હતી. હેન્ડ રાઈટીંગને મેચ કરવા માટે પણ સેમ્પલને લેબમાં મોકલી દેવામાં આવ્યો છે અને આ અંગે પોલીસ પુરાવા ભેગા કરી રહી છે. ફરાર થયેલા પીઆઈ તેમના મિત્રના ઘરે હોઈ શકે છે તેવી માહિતી પોલીસને મળી છે. આ કેસના તપાસમાં આગળ અનેક ખુલાસા થઈ શકે છે તેવું લાગે છે. 


આત્મહત્યા કરતા પહેલા લોકો નથી વિચારતા પરિવાર વિશે પણ!

મહત્વનું છે કે જે મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે તેમના પિતા હવે આ દુનિયામાં નથી. માતાની તેમજ પરિવારની જવાબદારી તેમના શીરે આવી હતી. એક બહેન વિદેશમાં છે અને ભાઈ પણ નથી. મહત્વનું છે કે અનેક કિસ્સાઓ આપણી સામે એવા છે જેમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાને કારણે લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. એક વાર પણ પોતાના પરિવારનું, માતા પિતાનું નથી વિચારતા. આવો કદમ ઉઠાવતા પહેલા દરેક વ્યક્તિએ પોતાના પરિવારનું વિચારવું જોઈએ. કારણ કે તેમણે આવું જોવા માટે મોટા ના કર્યા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?