ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાલયના વિસ્તારથી પૂર્વના ઠંડા પવન શરૂ થઈ ગયા છે. આ પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે જેના કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.
પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી રહી શકે
પર્વતીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડા પવનોના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો પારો ઘટવા લાગ્યો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં ઠંડીનો પારો 18થી 19 ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના છે.