ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત થતો ચિંતિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 13:58:40

ઉનાળાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ માર્ચે કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરી છે. માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.  


બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન માત્ર રાજ્યનું હવામાન વિચિત્ર થયું છે પરંતુ દેશનું હવામાન પણ વિચિત્ર થઈ ગયું છે. કોઈ સ્થળે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો જગ્યા પર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા થઈ રહી છે. 


માવઠાની આગાહી થતા ખેડૂતો બન્યા ચિંતિત 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ચોથી અને પાંચમી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત થયો છે. ખેડૂતોને અનેક વખત પાકને લઈ પોષણસમા ભાવ નથી મળતા ત્યારે કમોસમી વરસાદથી તેમને પાકની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. પૈસા ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવે છે ત્યારે જો પાક નિષ્ફળ જશે તો તેમની સ્થિતિ અત્યંત દયનિય બની જશે.       




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...