વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ અને કૃષિ વગેરે બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે


  • Published By : Hetal Gadhvi
  • Published Date : 2025-02-20 17:02:57

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં  નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ અને કૃષિ વગેરે બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.   

 બજેટમાં રાજ્યનાં વિકાસને લઈને મહત્વનાં વિષયો પર નાણામંત્રીએ અંદાજીત રકમની ફાળવણી વ્યક્ત કરી હતી. 


બજેટ 2025-26ની મુખ્ય બાબતો અને રુપિયાની ફાળવણી


મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત 8200 કરોડ પોષણને અગ્રિમતા આપવા માટે ફાળવવામાં આવશે. 


પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં સહાય 1 લાખ 20 હજારથી વધારીને 1 લાખ 70 હજાર કરવામાં આવી.


શિષ્યવૃતિ માટે 4827 કરોડની ફાળવણી. આ ઉપરાંત 10 જિલ્લામાં 20 નવા છાત્રાલય બનાવાનો વાયદો.


કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ


વન અને પર્યાવણ વિભાગ માટે 3140 કરોડ 


ઉર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ 


માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ 


મહેસુલ વિભાગ માટે 5427 કરોડ 


કાયદા વિભાગ માટે 2654 કરોડ 


સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ 


કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા ગૃહ વિભાગ માટે 12659 કરોડ 


 આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ 


શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ 


પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ 


નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ 


ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ


શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડ


આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડ


સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડ


મહિલા અને બાળ   વિકાસ વિભાગ માટે 7,668 કરોડ


અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડ


રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડ


માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ


અમદાવાદ ખાતે ન્યૂરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરી


ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી બનાવાશે


રાજ્ય કક્ષાએ સાયબર સેન્‍ટર ઓફ એક્સેલન્‍સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્‍સિક લેબ બનાવવામાં આવશે.


સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડ


અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડ

664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિધાર્થીઓ માટે 549 કરોડ


176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડ


દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડ


પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઇ.

ધો.૧ થી 8માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઇ.


વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઇ.


મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ.


મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ 102 કરોડની જોગવાઇ.


મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ.


સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 87 કરોડની જોગવાઇ.


કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ૪૨ કરોડની જોગવાઇ.


આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા ૭ કરોડની જોગવાઇ.

આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ૯૯ કરોડ


નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા


-યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા


-માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે


-તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની કરાશે સ્થાપના


-દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એયરપોર્ટ વિકસાવાશે


-પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ


નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Force નું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે તેના માટે 352 કરોડની ફાળવણી


હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી વગેરેની 14 હજારથી વધારે ભરતી કરાશે.


રાજય સરકારનાં પેન્શનરોને દર વર્ષે હયાતિની ખરાઈ માટે સંબંધિત કચેરીઓમાં જવુ પડે છે તે ફોર્મ હવે ઘર આંગણે ઓનલાઈન તેમજ વિનામૂલ્યે ભરી શકાશે.






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.