છેલ્લા બે વર્ષમાં ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં આવ્યો 1470%નો ઉછાળો..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-25 16:11:45

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે. ગુજરાતમાં 82,143 નોંધાયેલી સહકારી મંડળીઓ છે જેની માહિતી એનસીડી પોર્ટલ પર આપવામાં આવી છે. આ અંગેનો સવાલ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછ્યો હતો જેનો જવાબ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આપ્યો હતો.  



છેલ્લા બે વર્ષમાં આવ્યો 1470%નો ઉછાળો 

સહકાર મંત્રીએ તેવું પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. આંકડાકીય માહિતી અનુસાર એનસીડીસી તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાઓને કુલ રૂ. 1,34,670.90ની રકમ લોન તરીકે અને રૂ. 1,200.04 કરોડની રકમ ગ્રાન્ટ તરીકે આપવામાં આવી છે. ગુજરાતની સહકારી મંડળીઓને એનસીડીસીની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો જોવા મળ્યો છે. 



કમ્પ્યૂટરાઈઝેશનના એક પ્રોજેક્ટને આપવામાં આવી મંજૂરી 

મંડળીઓને સદ્ધર અને સમૃદ્ધ થાય તે માટે ભારત સરકાર દ્વારા રૂ. 2,516 કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન માટેના એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.કમ્પ્યૂટરાઈઝેશન થઈ જવાથી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ઈઆરપી આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે, અને તેનું રાજ્ય સહકારી બેંકો એટલે કે  એસટીસીબી અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો ડીસીસીબીના માધ્યમે નાબાર્ડ સાથે પણ લિન્કિંગ થશે. 


કેટલા રાજ્યોએ હાર્ડવેરની કરી ખરીદી? 

મહત્વનું છે કે આ પ્રોજેક્ટ હેઠળ 30 રાજ્યો/ યુટીની કુલ 67,009 મંડળીઓને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી 28 રાજ્યો/ યુટી દ્વારા હાર્ડવેર પણ ખરીદી લેવાયા છે. કુલ 25,674 મંડળીઓ ઈઆરપી સોફ્ટવેર સાથે જોડાઈ ચૂકી છે અને 15,207 મંડળીઓ લાઈવ થઈ ચૂકી છે. મંત્રીના નિવેદન મુજબ, ભારત સરકારનો રૂ. 654.22 કરોડની રકમનો હિસ્સો વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં 29 રાજ્યો/યુટી વચ્ચે રિલિઝ કરી દેવાયો છે જેનો ઉપયોગ હાર્ડવેરની ખરીદી, ડિજિટાઈઝેશન અને સપોર્ટ સિસ્ટમ સ્થાપવા કરવામાં આવશે.



રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સવાલ કર્યો કે...

પરિમલ નથવાણીએ સવાલ એ પણ કર્યો હતો દેશમાં કેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે તેમજ સરકાર દ્વારા તેને અદ્યતન બનાવવા, પારદર્શિતા લાવવા, આધુનિકરણ, સ્પર્ધાત્મકતાની રચના અને ક્ષમતા નિર્માણ માટે શા પગલાં લેવાયા છે? અલગ મંત્રાલયની સ્થાપના બાદ આ મંડળીઓને ક્ષમતા વિસ્તાર માટે સરકાર તરફથી કેટલી નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી? 



અનેક સંસ્થાઓ સ્થાપવામાં આવી જેમાં...

આ સવાલના જવાબમાં સહકાર મંત્રીએ નિવેદન આપ્યું જે અનુસાર, સહકાર મંત્રાલયની 6 જુલાઈ, 2021ના રોજ સ્થાપના થઈ ત્યારથી તેણે “સહકાર-એ-સમૃદ્ધિ”ની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ દેશમાં સહકારી ચળવળને પ્રાથમિક સ્તરેથી વધુ ઊંડી અને મજબૂત બનાવીને સર્વોચ્ચ સ્તરે પહોંચાડવા સંખ્યાબંધ પહેલ કરવામાં આવી છે.. અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે.   પહેલોમાં મંડળીઓને પારદર્શી સંસ્થા બનાવવા આદર્શ, પેટા-કાનૂનોની રચના, કમ્પ્યૂટરાઈઝેશન દ્વારા મંડળીઓના સશક્તિકરણ, તેમજ નહીં આવરી લેવાયેલી પંચાયતોમાં નવી બહુહેતુક મંડળીઓ/ ડેરી/ માછીમારી સહકારી સંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.



અનેક યોજનાઓનો પ્રારંભ કરાયો જેવી કે..

મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા વિકેન્દ્રિત અન્ન સંગ્રહ યોજના, સમાન સેવા કેન્દ્રો તરીકે મંડળીઓ, મંડળીઓ દ્વારા નવી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓની સંરચના જેવી યોજનાઓનો પણ પ્રારંભ કરાયો છે. સહકારી મંત્રાલયની અન્ય પહેલોમાં પીએમ ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે મંડળીઓ, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે મંડળીઓ, પીએમ-કુસુમનું મંડળીઓના સ્તરે તબદિલીકરણ, બેંક મિત્ર સહકારી મંડળીઓને માઈક્રો-એટીએમ, દૂધ સહકારી મંડળીઓના સભ્યો માટે રૂપે કિસાન ક્રેડિટકાર્ડ, માછીમાર ઉત્પાદક સંગઠન (એફએફપીઓ)ની સંરચના વગેરે સામેલ છે.



આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..