છેલ્લા ચાર મહિનામાં AMTS-BRTS આટલા લોકો માટે બની યમદૂત !અકસ્માતના આંકડા જાણી તમે ચોંકી જશો, જાણો વિપક્ષના નેતાએ શું કર્યા આક્ષેપ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-05 14:15:12

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક વખત વાહન ચાલકોની બેદરકારી, ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત સર્જાતા હોય અને કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચાલતી એએમટીએસ અને બીઆરટીએસ બસ અનેક લોકો માટે યમદૂત સાબિત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં AMTS અને BRTS બસ દ્વારા કુલ 259 જેટલા અકસ્માત સર્જાયા છે અને આ અકસ્માતોને કારણે 13 જેટલા લોકોના મોત થયા છે. દર મહિને આ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  



થોડા સમય પહેલા પોલીસે કરી હતી મેગાડ્રાઈવ 

અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઝડપથી આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને લોકોના જીવન જોખમમાં મૂકાય છે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી, લાખોનો દંડ ઉઘરાવવામાં આવ્યો. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં બીઆરટીએસ અને એએમટીએસ બસે 259 જેટલા અકસ્માત સર્જ્યા છે. 


ચાર મહિનામાં AMTS-BRTS બસે સર્જ્યા 259 જેટલા અકસ્માત!  

આ મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદાન પઠાણે જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસેથી શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખુદ કોર્પોરેશનના ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યા છે. ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં AMTS દ્વારા 102 જેટલા અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા છે, જેમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.    


          

નાની ઉંમરે બાળકો ચલાવે છે વાહન 

મહત્વનું છે કે અકસ્માતોને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. કોઈ બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા હશે તો કોઈ માતા પિતાઓએ પોતાના સંતાનને ગુમાવ્યા હશે. એવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાની ઉંમરે બાળકોને વાલીઓ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ચાવી આપતા પહેલા એવું નથી સમજાવતા કે રસ્તા પર બીજા પણ અનેક લોકો ચાલતા હોય છે. આપણી મજા કોઈ બીજા માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું પડશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?