દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10542 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. મંગળવારે કોરોનાના 7 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે કોરોના કેસમાં ગઈ કાલ કરતા ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા
કોરોના સંક્રમણમાં બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો. 14 એપ્રિલે કોરોનાના 10 હજાર 753 કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. 16 એપ્રિલે 9 હજાર 111 કેસ નોંધાયા હતા જ્યારે 17 એપ્રિલે 7 હજાર 633 કેસ નોંધાયા હતા. ત્યારે આજે કોરોનાના ફરી એક વખત 10 હજારને પાર કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 જેટલા લોકોના મોત થઈ ગયા છે.
રાજ્યોમાં નોંધાયા આટલા કેસ!
કેરળમાં કોરોનાના 2041 નવા કેસ સામે આવ્યા છે જ્યારે દિલ્હીથી 1537 કેસ સામે આવ્યા છે. હરિયાણામાં 965 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 949 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશથી 818 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. કેન્દ્ર સરકાર પણ કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ થઈ ગઈ છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે.