Gujarat વિધાનસભામાં સરકારે જણાવ્યું કે કેટલી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે.. આંકડો જાણી ચોંકી જશો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 17:11:00

ગુજરાતમાં એક તરફ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટેની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં 900થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવી મળી રહી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના સહારે ચાલે છે. આ એ આંકડા છે જે સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે. (નીચે જે આંકડા આપેલા છે તે સરકારી પ્રાથમિક શાળાના આંકડા છે.)   


ગુજરાતની 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક!

ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. શિક્ષણની કથળી રહેલી પરિસ્થિતિને કારણે અનેક બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. ગુજરાતના 926 સ્કૂલ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો એક જ શિક્ષકના આધારે ચાલતી શાળાઓ મહિસાગર જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લામાં છે. મહિસાગરમાં 106 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક ફરજ બજાવે છે, તો કચ્છ જિલ્લામાં 105 શાળાઓ એવી છે જે માત્ર શિક્ષકના સહારે ચાલે છે. વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડા છે જે ચોંકાવનારા છે. 


શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે ત્યાંની પણ આ જ પરિસ્થિતિ! 

મહિસાગર જિલ્લો એ જિલ્લો છે જ્યાંથી ગુજરાતના શિક્ષણ મંત્રી આવે છે. તે ઉપરાંત તાપી, નર્મદા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓ 50 ટકા જેટલી છે. તાપી જિલ્લામાં 84 સ્કૂલો, ખેડા જિલ્લામાં 39 શાળા, નર્મદા જિલ્લાની 45 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. સુરતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો 39 શાળાઓ, વડોદરાની 30 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકોના સહારે ચાલે છે. 


જર્જરિત વર્ગખંડોમાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર!

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જેના વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. વિવિધ જિલ્લાઓમાં 7900 વર્ગખંડો એવા જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. એક તરફ વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તો બીજી તરફ જો વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે તો તેમને ભણાવવા શિક્ષકો જ નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં જરૂર કરતા ઓછા શિક્ષકો છે. શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકોના અભાવને કારણે બગડી રહ્યું છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?