ઘણા સમયથી ફ્લાઈટમાં એવા એવા કિસ્સાઓ બની રહ્યા છે જે વિચારવા પર મજબૂર કરી દે છે. ફ્લાઈટમાં બોલાચાલી થવી, માારમારી થવી જેવી વાતો આજકાલ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અબુ-ધાબીથી મુંબઈ આવી રહેલી વિસ્તારા ફ્લાઈટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ ફ્લાઈટમાં કપડા ઉતાર્યા તેમજ ક્રૂ મેંબર સાથે ગેરવર્તન કર્યું હતું.
નશામાં ઘૂત મહિલાએ ક્રૂ-મેમ્બર સાથે કર્યું ગેરવર્તન
નશામાં ઘૃત વ્યક્તિ અનેક વખત ક્યાં બેઠો છે, શું કરી રહ્યો છે જેવી વાતો ભૂલી જતો હોય છે. થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં મહિલા પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં ફ્લાઈટમાં મારા-મારી કરવી, ક્રૂ-મેમ્બર સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે. પરંતુ હદ ત્યારે પાર થઈ જ્યારે અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં ઈટલીની મહિલાએ નશાની હાલતમાં પોતાના કપડા ઉતારી દીધા. નિર્વસ્ત્ર થઈ મહિલા આમ-તેમ ફરવા લાગી. જ્યારે ક્રૂ મેમ્બરે રોકવાની કોશિશ કરી તે દરમિયાન તેની સાથે મારામારી કરી હતી.
નિર્વસ્ત્ર થઈ ફ્લાઈટમાં ફરી મહિલા
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલાની ઓળખાણ કરી લેવામાં આવી છે. ફ્લાઈટમાંએ નશામાં હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલા વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જસીટ દાખલ કરવામાં આવી છે. તે સિવાય 25 હજાર રુપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે. મહિલા ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં જઈને બેસી હતી જ્યારે તેની ઈકોનોમી ક્લાસની ટિકીટ હતી. જ્યારે ક્રૂ મેમ્બરે તેને પોતાની સીટ પર જવા કહ્યું ત્યારે ક્રૂ મેમ્બરના ચહેરા પર તેણે મુક્કો માર્યો. જ્યારે બીજા ક્રૂ મેમ્બરે રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલાએ તેના પર થૂંક્યુ અને પોતાના કપડા ઉતારીને ફ્લાઈટમાં ફરવા લાગી.
મહિલાને ફટકાર્યો 25 હજાર રુપિયાનો દંડ
આ ઘટના અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે નશામાં ઘૂત મહિલા પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો જેની જાણ ફ્લાઈટના કેપ્ટનને કરવામાં આવી. ક્રૂ મેમ્બરોએ મહિલા પેસેન્જરને પકડી અને તેને કપડા પહેરાવ્યા અને પછી મહિલાને સીટ સાથે બાંધી દીધી. પાસપોર્ટ જપ્ત કરી પોલીસે અંધેરી કોર્ટમાં રજૂ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ મહિલાને જામીન મળી ગયા હતા. તે સિવાય મહિલાને 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.