દર મહિનાના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધતા હોય છે. ત્યારે આજે પીએમ મોદીએ વર્ષ 2022માં છેલ્લી વખત મન કી બાત કરી હતી. 96મી વાર તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 2022માં ભારતને મળેલી ઉપલબ્ધિયો વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાની વાતમાં અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા.
અટલજીને પોતાના સંબોધનમાં કર્યા યાદ
અટલજીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી એક મહાન રાજનેતા હતા. તેમના નેતૃત્ન હેઠળ ભારત શિક્ષણ નીતિ, વિદેશ નીતિ સહિતના વિષયો પર તેઓ ભારતને આગળ લઈ ગયા હતા. તેમને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. ઉપરાંત પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનની પણ વાત કરી હતી. માતા ગંગાને સાફ કરવા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવાનું છે - પીએમ
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાણી રહ્યું છે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભારતની એકતા જોવા મળી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ દેશને ટીબી મુક્ત કરાવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.