BJPની કારોબારી બેઠકમાં C.R.Patilએ ક્ષત્રિય સમાજને કર્યો યાદ, માન્યો આભાર, કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 15:55:40

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે. 



ગુજરાતમાં રૂપાલાના નિવેદનની અસર ના થઈ પરંતુ..

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો રહ્યો હોય તો તે મુદ્દો હતો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ.. પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તો આ આંદોલનની પરિણામ પર વધારે અસર ના થઈ પરંતુ બાકીના રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે.. ભારતીય જનતા પાર્ટી પોતાની વાત પર મક્કમ રહી અને તેમણે ઉમેદવાર ના બદલ્યા.. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી બેઠકમાં ક્ષત્રિય સમાજને યાદ કર્યો હતો. 


સાળંગપુર ખાતે મળી હતી ભાજપની કારોબારી બેઠક

બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા હતા લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થયું અને સાથે જ આગામી ચૂંટણીનો પ્લાન ધડાયો હોવાનું અનુમાન છે.. સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે. 


ક્ષત્રિય સમાજ માટે પાટીલે કહી આ વાત

રણનીતિને લઈ તો વાત કરી પરંતુ સાથે જ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે. આભાર માનતા સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજના ટેકાને કારણે જીત મળી છે. લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિયો ભાજપ સાથે હતા અને ક્ષત્રિયો હમેશા ભાજપ સાથે જ રહ્યા છે અને ફરી એક વાર પીએમ પર ભરોસો મૂક્યો છે! 


સી.આર.પાટીલે માફી માગતા કહ્યું કે... 

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એવું પણ કહ્યું  મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. મારો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. મેં હાઇકમાંડને પણ કહ્યું છે કે મને આ પદ પરથી મુક્તિ આપો.મોટી બાબતએ હતી કે સી.આર.પાટીલે બનાસકાંઠાની હાર પર નિવેદન આપ્યુંને કહ્યું આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. ત્યારે સી.આર.પાટીલની આ વાત પર તમે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવજો..  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?