અંતે BJPએ કમાને પણ બનાવ્યો સ્ટાર પ્રચારક,ડાયરાની જેમ અહીં પણ ‘ધૂમ’ એન્ટ્રી કરી…


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 16:42:36

ગુજરાતમાં અત્યારે ચુંટણીની તૈયારીયો ચાલી રહી છે તેવામાં હવે ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘કમા’ને મેદાનમાં ઉતાર્યો છે. કમો ભાજપનો ખેસ પહેરીને હાથમાં ધ્વજ લહેરાવતો નજરે પડી રહ્યો છે. લોકો તેની સાથે સેલ્ફિ લેતા પણ જોવા મળ્યા હતા. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ… 


ડાયરાથી ચૂંટણી પ્રચાર સુધી કમાની બોલબાલા

કિર્તિદાન ગઢવીના ડાયરાથી ખ્યાતી મેળવનાર કમો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સુપર હિટ બની ગયો છે. ભાજપે તેને ભાવનગર ખાતે મેદાનમાં ઉતાર્યો છે. કમો અત્યારે ભાજપનો ધ્વજ ફરકાવી પ્રચાર કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કમો મેદાને પડ્યો છે. તે જેવી રીતે ડાયરામાં એન્ટ્રી મારે છે તેવી જ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં પ્રવેશ કરતો નજરે પડ્યો છે.


કમાની  જોરદાર એન્ટ્રી !!

કમો ગાડીના સનરૂફથી બહાર આવી ભાજપનો ધ્વજ ફરકાવવા લાગ્યો હતો. આ દરમિયાન લોકોએ પણ જોરશોરથી તેને વધાવ્યો હતો. અત્યારે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા કમાને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારતા ચર્ચાનો વિષય બન્યો છે.





વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...