દાહોદ બોગસ સરકારી કચેરી મામલે પોલીસ એક્શનમાં, સંદીપ રાજપૂત બાદ નિવૃત IAS બી. ડી નીનામાની ધડપકડ


  • Published By :
  • Published Date : 2023-11-28 17:03:17

રાજ્યના છોટા ઉદેપુર અને દાહોદમાં બોગસ કચેરીઓ મામલે ધડાધડ ધરપકડો થઈ રહી છે. આ મામલે પૂર્વ આઈએએસ અધિકારી બી.ડી. નિનામાની ધરપકડ કરવામાં આવી છે. બી.ડી. નિનામા 2019માં બી.ડી નિનામા પ્રોજેક્ટ ઓફિસર હતા. ઉલ્લેખનિય છે કે આ પૂર્વે આ જ મામલે દાહોદ પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ પણ ધરપકડ કરી હતી. છોટા ઉદેપુર અને દાહોદમાં જ્યારે બોગસ કચેરીઓ ઝડપાઈ ત્યારે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્ય સરકારે પણ આ મામલે આકરી કાર્યવાહી શરૂ કરી હતી.


બોડેલીમાં બોગસ કચેરીથી 4 કરોડની ઉચાપત


છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી. છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા રાજ્યમાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ થતા તેમાં બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાના 12 કામોના 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


18 કરોડની ઠગાઈ મામલે બે લોકોની ધરપકડ


પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ટ મંજૂર કર્યા હતા. જે બાદ ઠગોએ દાહોદ અને ઝાલોદમાં પણ 6 જેટલી સિંચાઈની બોગસ કચેરી ઊભી કરી કરોડોનું કોભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. છોટાઉદેપુર બોગસ કચેરી બનાવ્યા બાદ દાહોદ અને ઝાલોદ ખાતે પણ બોગસ કચેરી ઉભી કરી 18 કરોડથી વધુની ગ્રાન્ટ ખોટી રીતે મેળવી હતી. બોગસ કચેરી હેઠળ 100 જેટલા વિકાસ કામો મંજુર કરાવી રૂપિયા 18,59,96,774 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?