આવનાર દિવસોમાં સતીષ કૌશિકના મૃત્યુ અંગે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા! ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-11 16:29:33

સતીષ કૌશિકનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે 8 માર્ચે થયું હતું. સતીષ કૌશિકના મોત બાદ પોલીસ તેમના મોતના કારણો શોધવામાં લાગી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તપાસ દરમિયાન પોલીસને ફાર્મ હાઉસ પરથી કેટલીક દવાઓ મળી આવી હતી. પોલીસ ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરવા માગતી હતી પરંતુ તે હાલ ફરાર છે. આ એ જ ફાર્મ હાઉસ છે જ્યાં તેમણે હોળીની ઉજવણી કરી હતી. સતીષ કૌશિકનું મોત સંશાસ્પદ સંજોગોમાં થયું હતું જેને કારણે તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ હત્યાના પરિપ્રેક્ષ્યમાં હવે આ મોતને જોતી હોય તેવું લાગી રહ્યું છે. 


ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ       

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સતીષ કૌશિકનું અવસાન 8 માર્ચના રોજ થયું હતું. તેમના મૃત્યુના એક દિવસ પહેલા તેમણે દિલ્હી ખાતે હોળીની ઉજવણી કરી હતી. બિજવાસન ફાર્માહાઉસમાં હોળી રમવા આવ્યા હતા અને તે બાદ રાત્રીના 11 વાગ્યા બાદ તેમને બેચેની થવા લાગી. જે બાદ તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થયું છે કે કોઈ અન્ય કારણોસર તેમનું મોત થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ જે ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન થયું હતું તે ફાર્મ હાઉસમાંથી પોલીસને કેટલીસ શંકાસ્પદ દવાઓ મળી આવી છે. જે બાદ પોલીસે તપાસ આ મામલે આગળ વધારી છે. પોલીસ ફાર્મ માલિકની પૂછપરછ માટે તપાસ કરી રહી છે કારણ કે તે ફરાર છે. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પોલીસ  

66 વર્ષની ઉંમરે સતીષ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. અચાનક તેમનું મોત થતા તેમના ચાહકોમાં તેમજ બોલિવૂડ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે સતીષ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. જેને કારણે તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યો નથી જેને કારણે તેમના મોતનું સાચું કારણ શું છે તે જાણી શકાયું નથી.  


આવનાર દિવસોમાં થઈ શકે છે મહત્વના ખુલાસા!

પોલીસ અનેક પ્રશ્નોને લઈ વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટસ પોલીસનું કહેવું છે કે જ્યારે સતિષ કૌશિકની તબિયત ખરાબ થઈ ત્યાંથી લઈ હોસ્પિટલ પહોંચવા સુધી તેમની સાથે કોણ હતું, તેમની સાથે શું થયું. આ બધી વાતોને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હાજર લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?