આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થયો નોંધપાત્ર ઘટાડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-24 10:08:28

ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને કારણે અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.


ઠંડી વધતા સ્વેટરમાં લપેટાયા લોકો  

અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવ્યું છે જેને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી વધતા લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળે છે. રાત્રે તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન વહેતો હતો. 


વિવિધ શહેરોનું તાપમાન 

જો વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો પહોચ્યો હતો. સુરતમાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન નીચે ગગડી શકે છે જેને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે. 


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા તેમજ કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે જેને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. શિયાળાની મજા માણવા લોકો હિલસ્ટેશનની મુલાકાત પણ લઈ રહ્યા છે. ઠંડી વધતા વહેલી સવારે લોકો કસરત કરતા, દોડતા પણ દેખાય છે. આવનાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જેને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે.     




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...