ચંડીગઢની ઘટના માં કેમ યુવતીએ આવા વિડીયો બના વી એક યુવકને આપ્યા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:32:53

આજે ચંડીગઢનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પંજાબના મોહાલીની એક યુનિવર્સિટીમાં એક યુવતીએ 60 જેટલી વિદ્યાર્થિનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. વિદ્યાર્થિની એક છોકરાને એક બાદ એક વીડિયો મોકલતી હતી. તે છોકરો આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ કરતો હતો. આ છોકરી વીડિયો બનાવતી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું. આખરે શા માટે એક યુવતીએ અનેક યુવતીના નહાવાનો વીડિયો ઉતાર્યો? શા માટે તેના મિત્રને મોકલ્યો? લાંબા સમયથી આ કોઈ મોટો પ્લાન ચાલી રહ્યો હતો કે શું? 


હવે આ આખી ઘટનામાં મોટી વાત એ છે કે જે યુવતીઓના વીડિયો સોશિયલ મીડીયામાં ઉપલોડ કરવામાં આવ્યા તેમાંથી 8 જેટલી યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાંથી એકની હાલત હાલ ગંભીર છે. 


કેમ પોતાની ભૂલના હોવા છતાં યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 

આ ઘટનામાં જેટલી છોકરીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં એક પણ છોકરીની કોઈ પણ ભૂલ નથી. છતાં પણ તેમને આત્મ હત્યા કરવાનો વારો આવ્યો હતો. આ કોઈ પહલો બનાવ નથી પેહલા પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે, જ્યારે કોઈ યુવકએ યુવતીના વીડિયો બનાવી એને બ્લેકમાઈલ કરવાની કોશિશ કરી હોય. આ વીડિયોમાં જે છોકરીઓ કેદ થઈ હોય તે યુવતીને લાગતું હોય છે કે તેની પાસે હવે જીવવા માટે કઈ બચ્યું નથી અને તેની ઈજ્જત લૂંટાઈ ગઈ છે ત્યારે તે આવા પગલાં ભરતી હોય છે. 


કેમ યુવતીએ આવા વિડીયો બનાવી એક યુવકને આપ્યા 

આજના યુવાનોમાં પોર્નોગ્રાફી અને તેવા વીડિયો જોવાની લત વ્યસનની જેમ ફેલાય રહી છે. 2019ના એક સર્વે મુજબ 18થી 24 વર્ષના યુવા પોર્ન તરફ વળ્યા છે અને એથીએ વધુ ભયજનક વાત એ છે કે, આવા યંગ પોર્ન વિઝિટર ભારતમાં સૌથી વધારે છે. જેના કારણે આવ્યા વીડિયો બનવા અને વેચવાના બિઝનેસ થાય છે અને તેના કારણે આવી ઘટનાઓ દર થોડા દિવસે સામે આવે છે.  


આ મામલે ચંડીગઢ યુનિવર્સિટીનું શું કહેવું છે

સમગ્ર ઘટનાના ભણકારા અત્યારે ભારતમાં બોલી રહ્યા છે ત્યારે ચંદીગઢ યુનિવર્સિટીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે જે યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પોતાના અંગત વિડીયો મોકલ્યા છે બીજા કોઈ વિડિયો મોકલ્યા નથી . 



અત્યારે આપણે એવી સમાજ વ્યવસ્થા ઉભી કરી છે, જે પીડિત બાજુ નહીં પરંતુ ગુનેગારના પક્ષ બાજુ વધારે નમતી હોય. હવે આ ઘટનામાં જે યુવતી છે જેના વીડિયો લેવાયા છે તેની કોઈ ભૂલ ના હતી છતાંય પણ તેમને ભોગવવાનો વારો આવ્યો છે અને તેમને પોતાની જાતને દોષિત માની છે. જ્યારે જે વ્યક્તિ ગુનો આચરતા હોય છે તે સમાજમાં ખુલ્લે આમ રખડી જતા હોય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?