શિસ્ત ભંગ મામલે કોંગ્રેસે કરી પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી, 33 નેતાઓને કરાયા સસ્પેન્ડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-20 15:44:02

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. 182માંથી 156 સીટો ભાજપે પોતાના નામે કરી છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. માત્ર 17 સીટોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ભાજપ તો એક્શન લેવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 33 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


કોંગ્રેસે નેતા-કાર્યકર્તાઓ વિરૂદ્ધ લીધાં પગલાં 

ગયા મહિને ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. 182 સીટો માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપે 156 સીટો પર કબ્જો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા પક્ષવિરોધી કામ કરનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રસ દ્વારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસે 33 જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને સસ્પેન્ડ પણ કરી દીધા છે.    


કોઈને છોડવાના મૂડમાં નથી લાગતી કોંગ્રેસ પાર્ટી  

પક્ષ વિરૂદ્ધ કામ કરનાર સામે ભાજપ પગલાં લેવાની છે. ત્યારે કોંગ્રેસે તો કાર્યવાહી કરી દીધી છે. 33 જેટલા નેતાઓ સામે પગલાં લઈ લીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કન્વીનરે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્તભંગ કર્યો હોવાની કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થાય છે. 33 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત 18 લોકોને રૂબરૂ મળીને નિર્ણય લેવામાં આવશે. 6 હોદ્દેદારોને પરત તેમના હોદ્દા આપવામાં આવ્યા છે. 4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?