અકસ્માતના કેસમાં પોલીસની જોવા મળી બેવડીનીતિ! તથ્યે જ્યારે પહેલી વખત અકસ્માત સર્જ્યો ત્યારે પોલીસે કેમ ના કરી કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 12:42:58

તથ્ય પટેલ.. આ નામ સાંભળતા જ આપણા દિમાગમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 10 નિર્દોષ લોકો યાદ આવી જાય છે. અમદાવાદમાં ઘણા સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તથ્ય પટેલની ચર્ચા હાલ એટલા માટે થઈ રહી છે કારણ કે તેની ગાડીની ટક્કરથી અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. ઓવરસ્પીડને લઈ વાતો કરવામાં આવી રહી છે, તથ્ય પટેલ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. પરંતુ આ પહેલી વખત નથી જ્યારે તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હોય.   

રેસ્ટોરન્ટમાં તથ્યે ઘૂસાડી દીધી હતી થાર!

ઈસ્કોન બ્રિજ અકસ્માતના 10-15 દિવસ પહેલા જ નબીરા તથ્ય પટેલે  સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જ્યો હતો. ઘટનાના CCTV સામે આવ્યા હતા. તથ્ય પટેલે એક થાર ગાડી રેસ્ટોરન્ટમાં ઘૂસાડી દીધી હતી. જો કે આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી ન હતી. પોલીસ તપાસમાં તેણે કબૂલ્યૂં કે તે થાર ચલાવી રહ્યો હતો પણ એના પહેલા પણ તથ્યએ થર્ટી ફર્સ્ટની રેટ એક ઇલેક્ટ્રિક પોલ સાથે ગાડી અથડાવી હતી. આ બધા ખુલાસા ત્યારે થઈ રહ્યા છે જ્યારે તેણે 10 નિર્દોષના જીવ લઈ લીધા છે. 


અનેક વખત અકસ્માત સર્જાયા પરંતુ કેમ પોલીસે નથી કરી કાર્યવાહી? 

જો અકસ્માત ન સર્જાયો હોત તો આ અકસ્માતો સામે આવ્યા ન હોત. આટલા સમયથી આવા અકસ્માત સર્જાયા ત્યાં સુધી પોલીસ શું ઊંઘી રહી હતી? પોલીસનું કામ ગુનો ના બને એ જોવાનું છે અને બની જાય તો એની સાબિતીઓ ભેગી કરીને આપવાનું છે. પણ તથ્ય ૧૦ લોકોને કચડી શક્યો કેમ કે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. એકવાર કોઈ Dysp એ સેટ કર્યું કોઈવાર બીજા કોઈ પોલીસ વાળાએ ગુનો ના નોંધ્યો! એ સતત બેફામ ગાડી ચલાવતો હતો અને એની માન્યતા મજબૂત થઈ હતી કે કોઈને પણ કચડી શકાય, બધું જ પૈસાથી ખરીદી લેવાય છે. એટલે એણે કચડી નાખ્યા. 

કાયદાના અમલીકરણમાં ભેદભાવ કેમ? 

ગઈકાલે અમદાવાદ પોલીસે જે રીતે મણિનગરની ઘટના બાદ રિએક્ટ કર્યું, જે રીતે કાયદો હાથમાં લીધો તે બધુ આપણે જાણીએ છીએ. એટલે પોલીસ મણિનગર જેવા નાટકો બંધ કરે! કાયદો લાગુ ના કરાવી શકતી, નેતાઓના દબાણ અને માલેતુજારોના રૂપિયા નીચે કચડાતી પોલીસ પોતાના પર આવે એટલે કાયદો હાથમાં લઈને આરોપીઓને મારવા લાગે તો રાજ્યમાં અનેક આરોપીઓ છે મારો બધાને! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અકસ્માતના થોડા દિવસો બાદ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તથ્ય પટેલના પિતાને પોલીસ સ્ટેશનમાં બેસવા માટે ખુરશી આપવામાં આવી હતી. 

પોલીસની બેવડીનીતિ સામે આવી!

જો ન્યાય પોલીસે જાતે જ આપવો છે તો સમાનતાનો આપો, ન્યાય આપવામાં ભેદભાવ કેમ? બેવડી નીતિતો કોઈ રીતે ના ચલાવી શકાય. એક તરફ ગેંગ રેપનો આરોપી પ્રજ્ઞેશ પટેલ પગ પર પગ ચડાવીને પોલીસ સ્ટેશનમાં બેઠો છે અને બીજી બાજુ મણિનગરના દોષિતોને પોલીસ ખુલ્લામાં દંડાવાળી કરે છે. આમાં પોલીસ શું સંદેશો આપવા માંગે છે કે? તમારા જોડે પૈસા છે તમારી હિંમત છે તો તમે કાયદાને કચડી શકો છે?

મણિનગરમાં અકસ્માત સર્જનાર નબીરાઓ વિરૂદ્ધ જાહેરમાં કરાઈ કાર્યવાહી!

મણિનગરમાં બે દિવસ પહેલા દારૂ પીને ગાડી ચલાવી અને એક બાંકડા સાથે ગાડી અથડાવી દેનાર નબીરાઓને પોલીસે પકડી લીધા છે. ગઈ કાલે ઘટના સ્થળે લઈ જઈને પોલીસે આ લોકોને માર્યા છે તે વીડિયો આપણે સૌએ જોયો છે. તો સૌથી પહેલો એ જ સવાલ કે તથ્ય જ્યારે બેફામ ગાડી ચલાવતો હતો ત્યારે પોલીસ શું ઊંધી ગઈ હતી? આ અકસ્માત ન સર્જાયો હોત તો જે પણ અકસ્માત તથ્યએ સર્જ્યા છે તે સામે આવતા? કેમ એક પણ કેસ નોંધવામાં ના આવ્યો? બસ એટલા માટે કારણ કે તેના પપ્પાના મોટા સેટિંગો હતા?  

તથ્ય પટેલે સ્વીકાર્યું આ સ્પીડ પર ચાલી રહી હતી ગાડી!

જો તથ્યના કારનામાઓની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2022નાં રોજ શીલજ પાસે એસપી રિંગ રોડ પર મોડી રાત્રે થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જેગુઆર કાર હતી. પોલીસ તપાસમાં જેગુઆર કંપનીમાંથી નો ક્લેમ ઇન્સ્યોરન્સની વિગત સામે આવી છે. ત્યારે હવે વાત સ્પીડની કરીએ તો અંદાજો લગાવો કે એ સમયે પણ સ્પીડ કેટલી રહી હશે, હેબીચ્યુઅલ ઓફેન્ડર તરીકે તથ્યને જાણે અકસ્માત કરવાની ટેવ હોય.જ્યારે ઈસ્કોન બ્રિજ પર તેણે અકસ્માત કર્યો ત્યારે તેણે સ્વીકાર્યું કે તેની ગાડી 120 જેટલી સ્પીડ પર હતી. એફએસએલના રિપોર્ટમાં ખુલાસો થયો કે કારની સ્પીડ 142 કરતાં વધારે હતી જ્યારે જેગુઆર કાર કપની ukનો રિપોર્ટ આવ્યો તેમ સ્પીડ 137 હતી એટલે કાર સ્પીડ હાઇ હતી એ ફાઇનલ છે એટલે એ નબીરો ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો આદિ હતો અને એને એ ભાન તો હતું જ કે એક દિવસ એની આ સ્પીડ કોઈનો જીવ લેશે પણ જો પોલીસે પહેલા એને રોક્યો હોતતો 10 લોકોના જીવ બચી શકતા હતા!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?