જૂનાગઢમાં યુવકની આત્મહત્યા મામલે MLA વિમલ ચુડાસમાનું નામ આવતા રાજકારણ ગરમાયું, ધારાસભ્યએ કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-29 16:06:11

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કાનુની સકંજામાં ફસાઈ શકે છે. તેમના પર એક યુવકને આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ લાગ્યો છે. મૃતક યુવકે સ્યુસાઈડ નોટ લખીને તેની આત્મહત્યા માટે  ધારાસભ્ય વિમલ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા છે. આ સ્યુસાઈડ નોટના કારણે  વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. જુનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામમાં રહેતા એક કોળી યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા અરેરાટી મચી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને આ સુસાઈડ નોટ મળી આવી હતી. હાલ ગામમાં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.  


શા માટે કરી આત્મહત્યા?


જૂનાગઢ જિલ્લાના ઝુઝારપુર ગામના યુવકે આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી) અને ભનું મકન કવા (રહે. પ્રાચી)ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


યુવકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે?


મૃતક યુવકે તેની સુસાઈડ નોટમાં લખ્યું છે કે  ''મારું નામ નિતીન જગદીશ પરમાર છે. રહેવાનું ઝુઝારપુર રોડ પર, હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીવેદાર ત્રણ વ્યક્તિ છે. 1. વિમલ કાના ચુડાસમા-સોમનાથ, 2. મનુભાઈ રહે-પ્રાચી અને 3 અન્ય યુવક ત્રાસી ખાતે રહે છે. આ 3 જણાને હિસાબે મને માનસિક ત્રાસ અને મને મારી નાખવાની ધમકે આવે છે જેને હિસાબે હું ફાંસી ખાવ છું અને મારું જીવન ટૂંકાવવું છું અને મારે મરવાનું કારણ આ 3 જણા જ છે. જે મેં ઉપર લખ્યું છે. અહીં મારી સહી કરું છું.


વિમલ ચુડાસમાએ શું કહ્યું? 


મૃતક નીતિન પરમારની સુસાઈડ નોટમાં  ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બહાર આવતા રાજકારણ ગરમાયું છે. યુવકની આત્મહત્યા પાછળ પૈસાની લેતી-દેતી, અંગત અદાવત એક પછી કોઈ અન્ય કારણ છે તેનો ખુલાસો પોલીસ તપાસમાં થશે. પોલીસ કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાની પણ પૂછપરછ કરી શકે છે. જો કે આ સમગ્ર મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ ખુલતા ધારાસભ્યએ કર્યો ખુલાસો હતો. તેમણે મરનાર વ્યક્તિ તેમના સગા માસીનો દીકરો હોવાનું કબૂલ્યું હતું, "જો કે મારે છેલ્લા ઘણા સમયથી તેની સાથે કોઈ સંબંધ ન હતો. તે ઉપરાંત તેમણે યુવાનની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. વિમલ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે તેના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટમાં તેના અક્ષર નથી અને આ સુસાઈડ નોટના બહાને મને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર છે." આ સાથે જ વિમલ ચુડાસમાએ યોગ્ય તપાસ કરવાની માગ કરી છે. યુવાનના આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટને ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. આ મામલે ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરવાડ ગામમાં થતી ચર્ચા મુજબ આત્મહત્યા કરનાર યુવાન ભૂતકાળમાં વિમલભાઇ સાથે કામ કરતો હતો. ત્‍યાર બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયો હતો. યુવકની આત્મહત્યાને લઇ ગામમાં અનેક ચર્ચા ચાલી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?