ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે. દુર્ઘટનાઓ થવાને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ જાય છે.. અનેક પરિવારોના માળા વિચેરાઈ જાય છે અને પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે. થોડા દિવસો સુધી આપણે તે ઘટનાની વાત કરીએ છીએ અને થોડા દિવસ બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ. થોડા દિવસો માટે કાયદાકીય કાર્યવાહી થાય છે પરંતુ તે પરિણામ સુધી નથી પહોંચતું.. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે.
વિપક્ષ દ્વારા રાજકોટમાં કરવામાં આવ્યો હલ્લાબોલ
હાઈકોર્ટ દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પણ આ મામલે સુનાવણી થાય છે ત્યારે ત્યારે હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે. અનેક સવાલોના જવાબ હાઈકોર્ટ દ્વારા માગવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રોજે નવો નવો વળાંક આવે છે આ મામલે. અનેક લોકોના આ તપાસ દરમિયાન નામ સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે ન્યાયની માગ સાથે રાજકોટમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.
સરકાર કરી શકે છે નવી કમિટીની રચના
રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ગઠન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેક વાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ બની છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. હવે આ કેસમાં પીડિતોને ન્યાય મળે એવી આશા...