Morbi Fake toll booth મામલે આટલા લોકોની કરાઈ ધરપકડ હજી આટલા પોલીસ પકડથી દૂર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 16:22:01

અનેક એવા કિસ્સાઓ છે, એવી ઘટનઓ છે જેમાં અનેક વર્ષો વિતી ગયા હોય પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કાર્યવાહી થાય તો થાય બાકી પછી હરી હરી.... અનેક વખત સરકાર ઉંઘતી ઝડપાય છે. થોડા સમયથી નકલી પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકું ઝડપાય છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યાં સુધી સરકારને આ અંગેની જાણકારી નથી હોતી. ત્યારે મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતું નકલી બૂથ મળી આવ્યું હતું જેને લઈ અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ હજી ફરાર છે. 

બે લોકોની કરવામાં આવી ધરપકડ 

ગુજરાતમાં નકલી પકડાવાની ભરમાર જોવા મળી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે. આવા તો અનેક ઉદાહરણો છે આપણી સામે. ત્યારે થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને કારણે દરેક જગ્યા પર આ અંગેની ચર્ચાઓ થઈ રહી હતી. અંદાજીત એક મહિનાનો સમય વિતી ગયો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી તેવી વાતો વચ્ચે આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.  


નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત.... 

થોડા સમય પહેલા એક એવી ઘટનાનો ખુલાસો થયો જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોરબીના વાંકાનેર નજીકથી એક નકલી ટોલનાકું ઝડપાયું હતું. મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું અને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહી. આ આખી ઘટના સામે આવી ત્યારે કરોડો રૂપિચા જનતાના લૂંટાઈ ગયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વિતી ગયો ત્યારે એવી માહિતી સામે આવી છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?