નકલી ટોલનાકા કાંડ મામલે સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ સામે રોષ, રાજીનામાની માગ ઉઠી


  • Published By :
  • Published Date : 2023-12-24 18:07:33

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલનાં પુત્ર અમરશીની સંડોવણી બહાર આવતા તેમની સામે સમાજમાં રોષ વધ્યો છે. આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે સાથે એકઠા થયા હતા. મળતી વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જેરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ તેવી કડવા પાટીદાર યુવક મંડળના યુવકોએ માગ કરી હતી.


સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે


આજે રાજકોટનાં મવડી નજીક કડવા પાટીદાર સમાજનાં યુવાનોની એક બેઠક મળી હતી. આ મિટીંગમાં સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા.જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનમાં જોડાયેલા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નકલી ટોલનાકા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડમાં જેરામ પટેલનાં પુત્રનું નામ ખુલતા અમે માગ કરીએ છીએ કે, જેરામ પટેલ સીદસર ઉમિયાધામ પ્રમુખ પદેથી રાજીનામુ આપે. સમાજના આટલા મોટા આગેવાને જ્યારે પોતાના પુત્રનું નામ ખુલે ત્યારે જ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેરામભાઈ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. જો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હવે ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મિટિંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાઓમાં મિટિંગ યોજવામાં આવશે. 


પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની ઓડિયો ક્લિપ વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીનાં રોજ તે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ અંગે ગઈકાલે જ કેશોદ કડવા પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની સીદસર ઉમિયાધામનાં ઉપપ્રમુખ સાથેની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આજરોજ મવડી નજીક સૌરાષ્ટ્રનાં આગેવાનોની બેઠક મળી છે. જેમાં જેરામ પટેલનાં રાજીનામા અંગે માગ કરાઈ રહી છે. ત્યારે હવે જેરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?