AMC દ્વારા ચાલતી દબાણ હટાવવાની ઝુંબેશમાં છીનવાઈ મુકબધિરની રોજી-રોટી, તંત્ર વિરૂદ્ધ લોકોએ ઠાલવ્યો રોષ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-03 13:28:43

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસી તેમજ પોલીસ જાણે એકાએક એક્ટિવ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પોલીસ દ્વારા ડ્રાઈવિંગની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ એએમસી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી રહી છે. રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કર્યું હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો રસ્તા પર ઉભી રહેલી લારીને બળજબરી પૂર્વક હટાવવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મૂકબધિર વ્યક્તિની જે મહેનત કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેની નજરોની સામે તેની રોજી રોટી છીનવાઈ રહી છે એટલે કે તેમની નજરોની સામે તેની લારીને એએમસી દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર તે મૂકબધિરને પોતાની લારી પાછી મળી ગઈ છે.      

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર આવ્યું એક્શન મોડમાં!

થોડા દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હોય, તેમ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને સાથે રાખીને અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અનેક અડચણરૂપ દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આડેધડ પાર્ક કરેલા વાહનોને પણ લોક મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રન્ના પાર્ક થી પ્રભાત ચોક થી ચાણક્યપુરી બ્રિજ થી લઈ ડમરૂ સર્કલથી કારગીલ પેટ્રોલપંપ ઈક્ષાઇકોર્ટ થી સોલા ભાગવત સુધી, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલિસ સાથે રાખીને સધન ડ્રાઇવ કરવામાં આવી હતી.'


નજરોની સામે મુકબધિરની છીનવાઈ ગઈ રોજી રોટી! 

પણ સવાલ એ છે કે દબાણ પહેલા આ લોકોને જાણ કરવામાં આવી હતી અને જ્યારે સામાન્ય દિવસે આ લોકો લારી લઈને ઊભા રહેતા હતા ત્યારે એમના પાસેથી જે વસૂલી થતી હતી તેનું શું? તેની સામે કાર્યવાહી કેમ નહીં? એક તરફ આપણે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, રોજગાર આપવાની વાતો કરીએ છીએ પરંતુ અનેક વખત એવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તે લારીને હટાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એએમસી દ્વારા ચાલતી ઝુંબેશમાં એક મુખબધિરની રોજી રોટી છીનવાઈ રહી છે. આ વીડિયો જોઈ લોકો તંત્રની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે. તો કોઈ લોકો તંત્રના પક્ષને ધ્યાનમાં રાખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે? 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?