વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.
રાજસ્થાન બોર્ડર આવેલી છે બનાસકાંઠામાં
રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહીત 30 માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે.જોકે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હાજર રહી રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ ગુંદરી,થરાદ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે
રાજસ્થાનથી ઘણીવાર દારૂ આવતો હોય છે
રાજસ્થાનથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલી હાલતમાં છે કે, નહીં તેની તપાસ હાથ ધરી હતી, ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઈ બુટલેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.