વિધાનસભામાં સરકારે કહ્યું અમદાવાદ અને ગાંધીનગરમાંથી કેટલો દારૂ પકડાયો, આંકડો વાંચી તમે પણ ચોંકી જશો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 15:12:53

વિધાનસભા સત્ર હાલ ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દે સરકારને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે વિધાનસભામાં શિક્ષિત બેરોજગારો તેમજ કુપોષિત બાળકોને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપાયો તે અંગે માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં વર્ષ 2021માં 14,64,666નો દેશી દારૂ જ્યારે વર્ષ 2022માં 15,40,134નો દેશી દારૂ ઝડપાયો હતો. 


સરકારે વિધાનસભામાં રજૂ કર્યો આંકડો 

ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ અનેક વખત અનેક જગ્યાઓ પર દારૂની રેલમછેલ જોવા મળે છે. જેને જોતા એવું લાગે કે દારૂબંધી માત્ર નામ માટે જ છે. ત્યારે વિધાનસભામાં ચાલતા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપાયો તે અંગે માહિતી માગી હતી. જેના જવાબમાં સરકાર દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. બંને જિલ્લા તેમજ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર માટેની માહિતી આપવામાં આવી હતી. 


2021માં ઝડપાયેલા દારૂની વિગતો

જવાબમાં સરકારે કહ્યું કે વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં 14,64,666નો દેશી દારૂ ઝપ્ત કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 6,81,990નો દેશી દારૂ મળી આવ્યો છે. ગાંધીનગર શહેરમાંથી 24,560નો દેશી દારૂ જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 5,68,880 રુપિયાનો દેશી દારૂ પકડાયો છે. વિદેશી દારૂનો આંકડો પણ આપ્યો હતો જે મુજબ વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં 27198267નો વિદેશી દારૂ પકડાયો હતો. અમદાવાદ ગ્રામ્યમાંથી 131628,975નો જ્યારે ગાંધીનગર શહેરમાં 1313567નો વિદેશી દારૂ જપ્ત થયો હતો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 28352029નો વિદેશી દારૂ પકડાયો હતો. 2021માં પકડાયેલા બિયરના જથ્થાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 1181084નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 3521050 રુપિયાનો, ગાંધીનગર શહેરમાંથી 3000નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 82093 રૂપિયાની બીયર પકડાઈ હતી. 


2022માં આટલા રુપિયાનો દારૂ ઝડપાયો  

વર્ષ 2022માં મળી આવેલા વિદેશી દારૂની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 1540134નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 6,71,520નો દેશી દારૂ મળી આવ્યો છે. ગાંધીનગર શહેરમાંથી 30780નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 5,85,420 રુપિયાનો દેશી દારૂ પકડાયો છે. વિદેશી દારૂનો આંકડો આ પ્રમાણે છે - અમદાવાદ શહેરમાંથી 53499739નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 70007403નો, ગાંધીનગરશહેરમાંથી 1027402નો, જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 45842437 રુપિયાનો જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા બીયરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 2648288નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 2955074નો, ગાંધીનગર શહેરમાંથી 4745નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 240395 રુપિયાનો બીયર જપ્ત કરવામાં આવ્યો છે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...