વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકો અને બેરોજગાર લોકોનો આપ્યો આંકડો, જાણો કેટલા બાળકો છે કુપોષણનો શિકાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 15:41:58

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં સરકારે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિવિધ ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારીની નોંધણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉપરાંત કુપોષિત બાળકોની સંખ્યા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

News & Views :: દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

  6 જિલ્લામાં જ બેરોજગારોનો આકંડો 61 હજારને પાર પહોંચ્યો  

રાજ્યના 6 જિલ્લાઓમાં જ માત્ર 61 હજારથી વધુ બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8684 નોંધાયા છે જ્યારે અધર્શિક્ષિત બેરોજગાર 910 નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા 2339 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગારો 97 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 10323 બેરોજગાર જ્યારે બનાસકાંઠીમાં 9956 બેરોજગાર નોંધાયા છે. 

કુપોષણ મુક્ત ગુજરાતના દાવાની નીકળી ગઈ હવા, રાજ્યમાં 1.43 લાખ ભૂલકાંઓ કુપોષિત  - GSTV

અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં પણ બેરોજગારોની સંખ્યા વધારે 

અમદાવાદમાં પણ બેરોજગારોની સંખ્યા ઓછી નથી. અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત નોંધાયા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગારો જ્યારે 114 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. 


વિધાનસભામાં કુપોષિત બાળકો અંગે આપી માહિતી   

અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે કુપોષિત બાળકોના આંકડા પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કુપોષિત બાળકોનો આંકડો જે રજૂ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં નોંધાયા છે. દાહોદમાં 18326 બાળકો કુપોષણનો શિકાર છે. અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ડાંગમાં 575 બાળકો કુપોષિત છે.  

 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?